
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સામાજિક એકતા જાગૃતિ મિશન ઉત્તર ગુજરાત ઝોન તેમજ ઇસરી પોલિસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક સારવાર નિઃશુલ્ક કેમ્પ વડથલી ખાતે યોજાયો
વૃદ્ધ નાગરિકો માટે પ્રાથમિક સારવાર નિઃશુલ્ક કેમ્પ વડથલી મુકામે ઈસરી પોલીસ સ્ટેશન ના પી.આઈ ડામોર સાહેબ તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન ઉત્તર ગુજરાત ઝોન સહ પ્રભારી એડ. કિર્તીરાજ એમ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ડો.જીજ્ઞેશભાઈ મનાત સાહેબ હાજર રહ્યા હતા.ખુબ મોટી સંખ્યામાં વૃદ્ધ નાગરિકોએ પ્રાથમિક સારવાર લાભ લીધો હતો.ઉપરાંત ગામના વડીલ અરવિંદભાઈ પંડ્યા,ચૌહાણ રાજેન્દ્રસિંહ, ચૌહાણ કરણસિંહ સહીત અનેક લોકો હાજર રહ્યાં હતા અને કેમ્પનો લાભ લીધો હતો અંતે ઇસરી પોલિસ પરિવાર તેમજ સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંતે નાસ્તાની કીટ વિતરણ કરવામાં આવી હતી કેમ્પમાં 50 થી વધુ વૃદ્ધ નાગરિકો એ કેમ્પનો લાભ લીધો હતો




