
વિજાપુરના મૂળ સરદારપુરા ગામના પીએસઆઇ જાવેદખાન પઠાણ નુ દારૂના વેપારી બુટલેગર નો પીછો કરવા જતા ટ્રેલર ના ટક્કર થી મોત
હાલમાં રહે જુહાપુરા અમદાવાદ ખાતેના નિવાસસ્થાને તેમના દેહને પોલીસ કર્મીઓ સલામી અર્પી હતી
વિજાપુર તા.
વિજાપુર સરદારપુરા ગામના પીએસઆઇ જાવેદખાન મુનશફ ખાન પઠાણ નુ દસાડા સુરેન્દ્ર નગર તરફ પોતાના ફરજ દરમ્યાન દારૂના વેપારી બુટલેગર ની મળેલી માહિતી મુજબ તેઓ બુટલેગર ની શંકા સ્પદ જણાતી કાર નો પીછો કરવા જતા તેમની ફોર્ચ્યુનાર કારને ટ્રેલરે ટક્કર મારતાં તેઓનું મોત નીપજ્યું હતુ. તાલુકાના લોકોએ અને સરદાર પુર ગામે એક હોનહાર આશાસ્પદ યુવક ગુમાવતા ગ્રામજનો મા શોક ની લાગણી જન્મી છે. મૂળ સરદારપુરા ગામના અને હાલ રહે જુહાપુરા અમદાવાદ પોલીસ ખાતા મા ફરજ બજાવી નિવૃત્ત થયેલ મુન્સફ ખાન પઠાણ ના હોનહાર પુત્ર જાવેદ ખાન એમ પઠાણ તેઓ પોતાના નોકરી ની ફરજ દરમ્યાન સુરેન્દ્રનગર દસાડા પાસે દારૂ ની હેરાફેરી કરતા બુટલેગરો ને પકડવા માટે ખાનગી કાર લઇ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક ક્રેટા કાર પુર ઝડપે આવતા તેને રોકવા જતા કાર નાસી છૂટતા તેને પકડવા માટે ખાનગી ફોચ્યુનર કાર લઇ ને પીછો કરવા જતાં ટ્રેલરે ટક્કર મારતાં તેઓના શરીર ના ભાગે ઈજાઓ થઈ હતી. ગાડી મા સાથે રહેલા પોલીસ ટીમ ના બે કર્મીઓને પણ ઈજાઓ થતા સારવાર માટે લઇ જવાયા હતા. પીએસઆઇ જાવેદ ખાન એમ પઠાણ ને ગંભીર ઈજાઓ ના કારણે તેઓનું નિધન થયું હતુ પોલીસે હાલમાં શંકાસ્પદ બુટલેગર ની કાર લઇ ફરાર થયેલ ચાલક તેમજ ટ્રેલર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે બેફામ રીતે કાર ચલાવતા આવા બૂટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી ગુનેગારો ને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. જોકે હાલમાં પરીવાર અમદાવાદ રહેતા હોઈ તેઓની અમદાવાદ ખાતે દફન વિધિ કરવા મા આવી હતી જેમાં પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ એ સલામી અર્પી હતી. જ્યારે માદરે વતન સરદારપુરા ગામ ના લોકોએ હોનહાર યુવક ગુમાવતા ગ્રામજનો મા શોકાતુર બન્યા હતા.







