GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ સપ્ટેમ્બરે યોજાશે

તા.૫/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નાગરિકલક્ષી અભિગમ દ્વારા જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને તા.૨૬-૦૯-૨૦૨૪ નાં રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરી ત્રીજા માળ સભાખંડ ખાતે યોજાશે. અરજદારોએ જિલ્લા કક્ષાની ફરિયાદો તા.૧૦-૦૯-૨૦૨૪ સુધીમાં સંબધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરી અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવું. તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.વધુ જાણકારી માટે ફોન નંબર 0281 2447760 થી 64 સુધી પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!