DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન એજ મહાદાન

તા.૩૦.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De:bariya:દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો રક્તદાન એજ મહાદાન

ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડભવા ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કલ્પેશ બારીયાના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેન્દ્ર વોલેન્ટરી બ્લડ બેંક ગોધરાના સહયોગથી ડભવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પમાં ડભવા ,સેવનિયા, દુધિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને તે વિસ્તારના સામાજિક કાર્યકર,આરોગ્ય કર્મચારી અને સ્ટાફ,પોલીસ વિભાગ તેમજ જનસમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો. તમામ રક્તદાતાઓએ રક્તદાન કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું રક્તદાન સવારે.૧૦:૦૦ વાગે થી ૦૩:૦૦ સુધી કરવામાં આવ્યું .જેમાં કુલ ૫૬ યુનિટ બ્લડ રક્તદાન કેન્દ્ર વોલેન્ટરી બ્લડ બેંક ગોધરા દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું.આમ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું.રક્તદાન કેમ્પ બાદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ કલ્પેશ બારીયા દ્વારા તમામ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!