BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં SOG પોલીસની કાર્યવાહી:પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન ન કરાવનાર 8 ઈંટ ભઠ્ઠા માલિકો સામે ગુનો દાખલ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ વેરિફિકેશન ન કરાવવા બદલ 8 ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ, એસઓજીના પીઆઈ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર મુજબ પરપ્રાંતીય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ભઠ્ઠા માલિકોએ બહારના રાજ્યોના મજૂરોને કામે રાખ્યા હતા. પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરિફાય કરાવી ન હતી.
આ ગુના ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223B હેઠળ નોંધવામાં આવ્યા છે. જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ, કિશન બ્રિક્સ, હીરા બ્રિક્સ, ડી.કે.બ્રિક્સ, શક્તિ બ્રિક્સ, બ્રિક્સ સર્વે નં.786, ટાટા બ્રિક્સ અને પિહુ બ્રિક્સનો સમાવેશ થાય છે. આ તમામ ભઠ્ઠા ડાભા ગામની સીમમાં આવેલા છે. આ કાર્યવાહીને પગલે પોલીસ વેરિફિકેશન વગર રહેતા અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસની આ કાર્યવાહી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!