આણંદમાં 30 હજાર ઘરો પર સોલાર પેનલ, મહિને 36 લાખ યુનિટ વીજ ઉત્પાદન
આણંદમાં 30 હજાર ઘરો પર સોલાર પેનલ, મહિને 36 લાખ યુનિટ વીજ ઉત્પાદન
તાહિર મેમણ – આણંદ – 20/01/2025 – આણંદ જિલ્લામાં 3 વર્ષ પહેલાં માંડ 500 ઘર અને ખેતર સોલાર પેનલથી સજજ હતાં, હવે 30 હજારથી વધુ ઘર અને ખેતર સોલાર પેનલથી સજ્જ બનતા મહિને 36 લાખ યુનિટ વીજ ઉત્પાદન થાય છે. નવેમ્બર 2024 સુધીમાં આણંદ જિલ્લામાં 26 હજારથી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવાઈ છે. રાજયમાં રૂફટોપ થકી સોલાર ઊર્જા ધરાવતાં શહેરમાં આણંદ શહેરના 30 હજાર ઘરોમાં સોલાર પેનલ થકી મહિને 100 મેગાવોટ અને ખેતરો અને સહકારી મંડળીનો સોલાર પેનલ થકી 4 ટકા એટલે 500 મેગા વોટ સાથે પાંચમા સ્થાને છે.
આણંદ શહેર અને જિલ્લામાં 2019-20માં માંડ 500 ઘરોમાં સોલાર પેનલ હતી જે વધીને 2025માં 30400પહોંચી છે. સરકારે છેલ્લા ચાર વર્ષમાં કરોડો રૂપિયા સોલાર પેનલ લગાવવા માટે સબસિડી રૂપે ચૂકવ્યા છે. હવે આણંદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં સોલાર પેનલનો ક્રેઝ વધી રહ્યો છે. આવનાર વર્ષોમાં આણંદ જિલ્લામાં 40 હજારથી વધુ સોલાર પેનલવાળા ઘરો જોવા મળશે તેમ એમજીવીસીએલના સૂત્રો જણાવે છે. છેલ્લાં ચાર વર્ષમાં જ અહીં સોલાર પેનલવાળા ઘરોમાં પાંચ ગણો વધારો થયો છે. સોલાર પેનલથી ઘર વપરાશના વીજ બીલમાં બચત થાય છે. સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. તેમજ વીજ કંપની ઘર વપરાશ કરતાં વધેલા યુનિટ પર નાણાં ચુકવતી હોવાથી હવે અહીં ગ્રામ્ય વિસ્તારોના ઘરો પર પણ સોલાર પેનલ લગાવાઈ રહી છે.
મુજકુવામાં 11 ખેડૂતોનએ સોલાર પંપ થકી પિયત કરવા સાથે 6 હજાર વધુ આવક મેળવી મુજકુવા મંડળીમાં હાલ 11 ખેડૂતો પૈકી ૩ ખેડૂતોએ 10 એચ.પી. અને 8 ખેડૂતોએ 15 એચ.પી.સોલાર પંપ પોતાના ખેતરોમાં બનાવ્યા છે. મંડળી દ્વારા ખેડૂતોની સિંચાઇ બાદ વધારાની વીજળી વીજ કંપનીને યુનિટદીઠ રૂ. 3.24ના ભાવે વેચવાના 25 વર્ષના સમજૂતી કરાર કરાયા છે. ખેડૂતોને હવે દર મહિને અંદાજે 3 હજાર જેટલા વીજ બીલ ભરવામાંથી મુકિત સાથે દર મહિને કલીન અને ગ્રીન એનર્જી દ્વારા દરેક ખેડૂતને અંદાજે રૂ. 6 હજાર જેટલી વધારાની આવક થશે.