
કડાણા નાં ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની નિમિત્તે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, કડાણા ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે “રન ફોર યુનિટી” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડીટવાસ પોલીસ સ્ટેશનના વી એ ચૌધરી પોલીસ સ્ટાફ મિત્રો સાથે રહી આયોજિત આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
કડાણા ના ડીટવાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ ચૌધરી દ્વારા લીલી માર્ગદર્શન હેઠળ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે. શરૂઆતમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ના સપથ લીધા ત્યારબાદ આ એકતાની દોડ ડીટવાસ પોલીસ સ્ટેશનથી કરવાય ગામ ખાતે ખાતે દોડનું દોડ કરી અનેએકતાના સંદેશની સાથે સંપન્ન કરવામાં આવી હતી.
આ “રન ફોર યુનિટી” નો ઉદ્દેશ્ય “એક ભારત આત્મનિર્ભર ભારત” ના વિચારને મૂર્તિમંત કરવાનો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલો આ દોડ કાર્યક્રમ દેશની વિવિધતામાં એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં ડીટવાસ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગના પોલીસ વિભાગના જવાનો તેમજ નાગરિકો ખાસ ઉપસ્થિત રહીને આયોજન ને સફળ બનાવ્યું હતું.
 
				






