GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: વાંસી-બોરસી ખાતે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને કેટલાંક માર્ગોને વન-વે તથા પ્રતિબંધિત રૂટ જાહેર કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના તા.૮ મી માર્ચના રોજ જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે “આત્મનિર્ભરતાથી આત્મસન્માન-લખપતી દીદી વંદના” કાર્યક્રમને અનુલક્ષીને, નવસારી જિલ્લા પ્રશાસને કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવા સાથે, કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત કરી વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.જેને અનુલક્ષીને નિવાસી અધિક કલેકટરશ્રી  યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૭-૦૦ વાગ્યા ૨૪-૦૦ વાગ્યા સુધી  વન-વે રસ્તા તથા  વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ મોટા-ભારે વાહનો માટે પ્રતિબંધ તથા વૈકલ્પિક રૂટ જાહેર કરાયાં છે.
જે અન્વયે ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળાથી કસ્બા સર્કલ થઈ મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત તરફથી આવતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે  ને.હા.નં ૪૮ પરથી ધોળાપીપળા ઓવરબ્રિજ ઉપરથી વેસ્મા ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે. ને.હા.નં ૪૮ પરથી વેસ્મા ચાર રસ્તાથી મરોલી ચાર રસ્તાથી સચિન-સુરત જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે ને.હા.નં ૪૮ થઈ વેસ્માથી ઓવરબ્રિજ ઉપરથી પલસાણા ચાર રસ્તા થઈ સુરત તરફ જઈ શકાશે. નવસારી શહેરથી વિરાવળ થઈ કસ્બા મરોલીથી સચિન-સુરત તરફ જતા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે નવસારી શહેરથી વિરાવાળ કસ્બાથી ધોળાપીપળા ચાર રસ્તા થઈ ને.હા.૪૮ થઇ સુરત તરફ જઈ શકાશે.આ ઉપરાંત મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ શરુ થતા પહેલા પૂર્વથી પશ્ચિમ તરફ વન વે રહેશે. વૈકલ્પિક રૂટ તરીકે ઉભરાટ તરફથી આવતા વાહનો નડોદ થઈ પોંસરા ગરનાળુ  વાડગામ થઈ સુરત તથા નવસારી તરફ જશે. મરોલી રેલ્વે ઓવરબ્રીજ નીચેથી રાજા રોડ થઈ કડોલી અને છીણમ થઈ સુરત તથા નવસારી તરફ જઈ શકાશે.મરોલી રેલ્વે ઓવરબ્રિજનો રસ્તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પશ્ચિમથી પૂર્વથી તરફ વન વે રહેશે. જયારે વૈકલ્પિક રૂટ તરીકે મરોલી ચાર રસ્તાથી કોલાસણા, કડોલી ગરનાળુ થઈ મરોલી તરફ  આવી શકશે. મરોલી ચાર રસ્તાથી માણેકપોર ટંકોલી થઈ સાગરા- ઓવરબ્રિજ થઈ મરોલી ઉભરાટ જઈ શકાશે. મરોલી પોલીસ સ્ટેશનથી ઉભરાટ તરફ નો ટુ લેન રોડ પૂર્વથી પશ્રિમ તરફનો રોડ બસ સિવાયના અન્ય વાહનો જઇ શકશે નહિ. ફોર વ્હીલર માટે વૈકલ્પિક રૂટ ઉભરાટ થી મરોલી આવતો ટુ લેન રોડ પશ્ચિમથી પૂર્વથી તરફનો રોડ જેમાં ડિવાઇડર પાસેના ટ્રેકનો ઉપયોગ ફોર વ્હીલર વાહન ચાલકો મરોલી પોલીસ સ્ટેશનથી ઉભરાટ તરફ જવા માટે ઉપયોગ કરી શકાશે  અને ઉભરાટ તરફથી આવતા વાહનો બીજા ટ્રેક ઉપરથી મરોલી આવી શકાશે.આ હુકમનો ભંગ કે અનાદર કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!