કારકીર્દી ઘડતર કરતા ઉદ્યોગપતિ અને પત્રકાર પિતાના પુત્ર

જામનગરના તેજસ્વી યુવા ઠુંમરનો આજે જન્મદિવસ
જામનગરના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ ઠુંમરના સુપુત્ર ખંજનનો આજે જન્મદિવસ છે. આજે ખંજન ૧૭ વર્ષ પૂર્ણ કરી યૌવનના ઉંબરે ૧૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.
ખંજન અભ્યાસમાં અત્યંત તેજસ્વી છે અને હાલ શહેરની પ્રતિષ્ઠિત હરિયા કોલેજમાં IMBAના અભ્યાસક્રમમાં સખત મહેનત કરી રહ્યો છે. તે માત્ર અભ્યાસમાં જ નહીં પણ ભવિષ્યના સપનાઓમાં પણ સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવે છે; અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્વભરમાં ઓનલાઇન ઈ-કોમર્સના માધ્યમથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માર્કેટિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી સફળતાના શિખરો સર કરવાનું તેનું સ્વપ્ન છે. દેખાવે સ્માર્ટ અને સ્વભાવે અત્યંત ભોળા અને મળતાવડા એવા ખંજનનું મિત્ર વર્તુળ પણ બહોળું છે. આજે સવારથી જ તેના મિત્રો, સગા-સ્નેહીઓ અને પરિવારજનો દ્વારા ખંજનને જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટેની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે હોનહાર પુત્રના પિતા પણ હોનહાર ઉદ્યોપતિ અને અનુભવી પત્રકાર છે અને નીડર પત્રકારીતા હીમાયતી છે અને તેમનુ આલેખન સચોટ હોય છે તેમ છતા વ્યક્તિગત માર્કેટીંગ નથી કરતા પોતાની મીડીયા બ્રાંડનો ચોક્કસ ફેલાવો કરે છે
ખંજન દીપકભાઇ ઠુંમરને
93281 08703
આ નંબર ઉપર શુભેચ્છાઓ મળી રહ્યા છે
ખંજનને જન્મ દિવસની શુભેચ્છાઓ અને શુભાષિસ
🌹💐🌹❤️💐🌹💐






