સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયાના આચાર્યશ્રીના સુપુત્રે GSET પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી*

યોગેશ કાનાબાર રાજુલા..
*સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયાના આચાર્યશ્રીના સુપુત્રે GSET પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી*
ગુજરાતની પ્રસિદ્ધ પરીક્ષા GSET ઉતીર્ણ કરી
તાજેતરમાં ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના શિક્ષણ જગત માટે ગૌરવરૂપ સમાચાર પ્રાપ્ત થયા છે.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયાના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ મનીષા પરમાર પ્રોફેસર ગુજરાત કૉલેજ અમદાવાદના સુપુત્ર શ્રી કુ. ધર્મેન્દ્રસિંહ રાઠોડએ આ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી છે.
શ્રી કુ.ધર્મેન્દ્રસિંહ રાઠોડે સમાજશાસ્ત્ર (Sociology) વિષય સાથે GSET પરીક્ષા આપી હતી. જેમાં તેમણે પેપર-1 માં 64 અને પેપર-2 માં 106 ગુણ એમ કુલ 300 માંથી 170 ગુણ મેળવીને ક્વોલિફાઈડ (Qualified) થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે.
શ્રી કુ. ધર્મેન્દ્રસિંહ હાલમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ખાંભા ખાતે વિઝિટિંગ પ્રાધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ ફોટોગ્રાફી, ચિત્રકલા, એક્ટિંગ, ગાયન વાદન તેમજ ટુરિઝમ અને બાગાયતી ઓર્ગેનિક ખેતીની સફળતા બાદ કુ.ધર્મેન્દ્રસિંહ રાઠોડ જીસ્લેટ ઉતીર્ણ કરી સીમર બંદર, રાજપુત સમાજનું નામ રોશન કર્યું છે.
માતા-પિતાના પગલે ચાલીને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા તરફ પ્રયાણ કરતા પુત્રની આ સિદ્ધિ બદલ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ તથા સમગ્ર પરિવાર અને લીલીયા કોલેજ તથા ખાંભા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવામાં આવે છે.