THARADVAV-THARAD

થરાદ શિવનગર થરપારકર મેઘવાળ સમાજમાં નવનિયુક્ત પ્રમુખ-મંત્રીની ભવ્ય ઘોષણા, સમાજવાડી માટે આશરે ₹12 લાખનું દાનની સરવાણી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

શિવનગર થરપારકર મેઘવાળ સમાજમાં નવનિયુક્ત કાર્ય વાહક પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવેલ હતી જેની આજે સમાજના સર્વાનુમતે પ્રમુખ તરીકે હીરારામ પ્રેમાજી બઢીયા (પૂર્વ નગરપાલિકા પ્રમુખ) તથા મંત્રી તરીકે છગનલાલ અરજણજી જેપાલ બહાલી આપવામાં આવેલ છે

 

આ પ્રસંગે થરપારકર મેઘવાળ સમાજના અગ્રણીઓ અંચળાજી રાઠોડ, મગારામજી, પિરોમલભાઈ નજાર, સોનાજી જેપાલ, ડૉ. એચ.વી. જેપાલ, શંકરલાલ બી. ચૌહાણ, કુંવરલાલ કે. દોહટ, કોરલાલ બી. એપા, નાનજી પી. દોહટ, વાલજી બી. હિંગડા, માવજીભાઈ એ. ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમ્યાન સમાજના સર્વ સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સમાજવાડી નિર્માણ માટે આશરે ₹12 લાખ જેટલો દાન એકત્ર થવા પામ્યો, જે સમાજ એકતાનું જીવંત દ્રષ્ટાંત પુરવાર થયું.

 

આ અવસરે ડૉ. એચ.વી. જેપાલ એ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “આપણો સમાજ નાનો છે પરંતુ જો શિક્ષણ પર ધ્યાન આપીએ, તો વ્યસનમુક્ત બની ભવિષ્યની પેઢીને સારા માર્ગે દોરી શકીએ.”

Back to top button
error: Content is protected !!