GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ચકલીના માળા અને પાણીના કુંડાંઓ નું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું…

કેશોદમાં ચકલીના માળા અને પાણીના કુંડાંઓ નું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું...

કેશોદમાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ નાં સૌજન્ય થી હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ ના સંયુક્ત ઉપક્રમે રાહતદરે ચકલીના માળા, પાણીના કુંડાં અને બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો હતો. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને મોબાઈલ ટાવરના રેડીએશન અને પર્યાવરણ ની બદલાયેલ પરિસ્થિતિમાં જીવસૃષ્ટિ માટે જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે જેના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવાની સાથે લુપ્ત થવાના આરે આવી પહોંચી છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા વીસમી માર્ચે ચકલી દિવસ તરીકે ઉજવી ચકલીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. કેશોદના હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદ નાં સહયોગથી રાહતદરે ચકલીના માળા, પાણીના કુંડાં અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતાં શહેરીજનો એ ઉત્સાહભેર પોતાનાં આંગણામાં અગાશીમાં ચકલીના માળા પાણીના કુંડાંઓને બાંધવા લઈ જવામાં આવ્યા હતા. સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ નાં રેવતુભા રાયજાદા સહિતના હોદેદારો તથા હરેરામ ચેરીટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર તથા કાર્યકરો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!