ARAVALLIBHILODAGUJARATMODASA

શ્રી કે. આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી દ્વારા રાષ્ટ્ર ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

શ્રી કે. આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજી દ્વારા રાષ્ટ્ર ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી

 

શ્રી કે. આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજીમાં રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસર નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. ડો. હેમંત પટેલે અંગ્રેજોની ગુલામીથી વાત શરૂ કરી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદે માતરમ્ રાષ્ટ્રગીતનું વિશિષ્ટ મહત્વ વર્ણવી ઉપસ્થિત સૌને રાષ્ટ્રની સેવા, સાંસ્કૃતિક મૂલ્યો અને દેશપ્રેમ અંગે માર્ગદર્શન આપ્યું હતું .કાર્યક્રમના મુખ્ય ભાગ તરીકે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવા અંગેના શપથ લેવડાવામાં આવ્યા હતા, જેમાં દેશી ઉત્પાદનના પ્રચાર-પ્રસાર અને વપરાશને વધારવા અંગે સંકલ્પ લેવડાવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ કટારાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રપ્રેમની ભાવનાનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!