GUJARAT

સાધલી ગ્રામ પંચાયત દ્વારા ૨ ઓકટોબર ગાંધી જયંતીનાં રોજ રાખવમાં આવેલ ખાસ ગ્રામ સભાનો ફિયશકો

ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયત દ્વારા એક દિવસ અગાઉ સાધલી નગર માં ટ્રેક્ટર ફેરવી માઇક વડે જાહેરાત કરવામાં આવી હતી કે ૨ ઓકટોબર ગાંધી જયંતિ નાં રોજ પટેલ વાડી ખાતે સવારે ૧૦ વાગે ખાસ ગ્રામ સભા રાખવામાં આવી છે. જ્યારે સાધલી ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર ફેરવી જાહેરાત કરવા છતાંય ગાંધી જયંતિ નાં રોજ રાખવામાં આવેલ ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા લોકો હાજર રહ્યા હતા.જ્યારે ગ્રામ સભામાં સાધલી ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી જીતેન્દ્ર ડામોર.સાધલી ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ મનીષા બેન જયેશ ભાઈ પટેલ.ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ.સદસ્ય ધર્મેશ વસાવા.સદસ્ય અલ્તાફ રંગરેજ તેમજ તાલુકા પંચાયત સદસ્ય જે. ડી.વસાવા.સાધલી પ્રાથમિક શાળા નાં આચાર્ય અશોક ભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.જ્યારે સાધલી ગામ પંચાયત નાં અન્ય સદસ્યો ગેરહાજર રહ્યા હતા .આ ગ્રામ સભામાં પચાસ ગ્રામજનો ની પણ સહી ન હોવાથી ગ્રામ સભાનો ફિયાશ્કો થએલ જોવા મળ્યો હતો. સાધલી ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર ફેરવી ૨ ઓકટોબર ની ખાસ ગ્રામ સભાની જાહેરાત કરવા છતાંય સાધલી ગામના ગ્રામજનો હાજર ન રહેતા સાધલી ગ્રામજનો સાધલી પંચાયત બોડી થી નારાજ હોય એમ લોકો માં ચર્ચાઈ રહ્યું છે.જ્યારે ગ્રામ સભામાં ગણ્યા ગાંઠ્યા લોકો હાજર રહેતા વહીવટ કર્તાઓ દ્વારા નાના બાળક પાસે સહી કરાવતા જોવા મળ્યા હતા. શું ? સાધલી સાધલી ગ્રામ ની અંદરો અંદર ની હુશાતુસી માં સાધલી નગર નો વિકાસ રૂંધાય રહ્યો છે. શું ? સાધલી ગામના અંદર કેકલક વિસ્તારોમાં રોડ રસ્તા.તેમજ વિકાસના કામો ન થવાના કારણે લોકો નારાજ છે. એક તરફ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નાં નેતૃત્વ માં દેશ માં વિકાસ હરણફાળ ગરીએ દોડી રહ્યો છે ત્યારે સાધલી નગર વાસીઓ વિકાસ થી વંચિત રહેતા હોય એમ આ ગ્રામ સભા ની લોકોની નહિવત હાજરી પરથી સ્પષ્ટ દેખાય આવ્યું હતું. શિનોર તાલુકા વિકાસ અધિકારીશ્રી.શિનોર મામલતદાર શ્રી આ બાબત ને ગંભીરતાથી લઇ કડક પગલાં ભરે જેથી સાધલી ગામનો વિકાસ રૂંધાતો અટકે એવી લોક માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!