તા. ૧૨. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલય માં જિલ્લા કક્ષા નાં વન મહોત્સવ અને નશા મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો
જિલ્લા કક્ષાનાં વન મહોત્સવ કાર્યક્રમ માં નશા મુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૪ ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલય માં જિલ્લા કક્ષા નાં વન મહોત્સવ અંતર્ગત આયોજિત એક પેડ માં કે નામ કાર્યક્રમ માં નશામુક્ત ભારત અભિયાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરેલ.
આ કાર્યક્રમ દરમિયાન ભારત નશા મુક્ત બને તે અંગે ઉપસ્થિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તેમજ તમામ ગ્રામજનો, લાભાર્થીઓ, અધિકારી ગણ, અને મહાનુભાવો એ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લીધેલ. સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય કૃષિ અને વન મંત્રી બચુભાઈ ખાબડ , દાહોદ નાં માનનીય જિલ્લા પંચાયત નાં પ્રમુખ કરણ સિંહ ડામોર, દાહોદના માનનીય સાંસદ જશવંતભાઈ ભાભોર , લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર , દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નાં માનનીય મહામંત્રી સ્નેહલ ધરિયા. તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય તથા લીમખેડા તાલુકાના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ , જિલ્લા વન સંરક્ષણ અધિકારી આર.એફ.ઓ, ડી.એફ.ઓ તાલુકા વિકાસ અધિકારી અને જવાહર નવોદય વિદ્યાલય નાં આચાર્ય અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા