GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં ગ્રામ્યસ્તરે ગાંધીજયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

*ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ૨૩૮ ગામોમાં “આદિ કર્મયોગી : રિસ્પોન્સિવ ગર્વનન્સ પ્રોગ્રામ” પર ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી*

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તા. ૨ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ નવસારી જિલ્લાના તમામ ગામોમાં ખાસ ગ્રામસભાઓ યોજાઈ. ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ સમાવેશ પામેલા કુલ ૨૩૮ ગામોમાં આ કાર્યક્રમ અંતર્ગત “આદિ કર્મયોગી : રિસ્પોન્સિવ ગર્વનન્સ પ્રોગ્રામ” પર ખાસ ચર્ચા થઈ. વિશેષરૂપે વાંસદા તાલુકાની ચૌંઢા ગ્રામ પંચાયત તથા ખેરગામ તાલુકાની નડગધરી ગ્રામ પંચાયત ખાતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના ઉપસચિવ શ્રી અરવિંદ મુદગલની અધ્યક્ષસ્થાને ખાસ ગ્રામસભા યોજાઈ હતી.

ગ્રામસભામાં ગ્રામજનોને સર્વક્ષેત્રે વિકાસ પથ પર આગળ ધપાવવા, ૨૦૪૭ના વિકાસશીલ ભારતના સ્વપ્નમાં ભાગીદાર બનાવવા અને આગામી પાંચ વર્ષ માટે “વિલેજ વિઝન પ્લાન–૨૦૩૦” તૈયાર કરી તેને મંજુરી આપવામાં આવી.

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અભિયાન અંતર્ગત જિલ્લાના ૨૩૮ આદિ સેવા કેન્દ્રો દ્વારા ફરિયાદ નિવારણ, યોજનાઓનું વિશ્લેષણ, દર અઠવાડિયે સેવાઓ તથા ગ્રામજનોની જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારની કચેરી વાંસદાની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!