ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સબસીડી વારુ ટ્રાયબલ વિસ્તારમાં ખેડૂત ને આપેલ મગફળીનું બિયારણ ઉગ્યું જ નહિ : ખેડૂતોના આક્ષેપો, ચાર વર્ષથી વાડી યોજનાનો લાભજ ના મળ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સબસીડી વારુ ટ્રાયબલ વિસ્તારમાં ખેડૂત ને આપેલ મગફળીનું બિયારણ ઉગ્યું જ નહિ : ખેડૂતોના આક્ષેપો, ચાર વર્ષથી વાડી યોજનાનો લાભ જ ના મળ્યો

આદિવાસી જ્ઞાતિ નું પ્રભુત્વ ધરાવતા એવા ટ્રાયબ વિસ્તારમાં સરકાર દ્વારા સબસીડી આધારિત અને ઓછા દરે ખેડૂતો ને ચોમાસાની ઋતુમાં ખેતી માટે બિયારણ આપવામાં આવે છે જેમાં હાલ ખેડૂતના જણાવ્યા અનુસાર મેઘરજ તાલુકામાં આદિવાસી ટ્રાયબલ વિસ્તારનું જ્યાં વિતરણ થાય છે ત્યાંથી ખેડૂતો એ મગફળી નું બિયારણ લીધેલ છે જે પંચાલ રોડ પર આવેલ એગ્રો સેન્ટર પરથી લીધેલ હતું તેવું ખેડૂતે જણાવ્યું હતું અને આ સાથે ખેડૂતે આક્ષેપો કરતા કહ્યું હતું કે બિયારણ હલકી ગુણવતા નું આપવામાં આવ્યું છે અને તે બિયારણ ખરાબ નીકર્યું અને ઉગ્યું નથી ત્યારે આ બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જે તે એજન્સી દ્વારા આપવામા આવેલ બિયારણ સામે તપાસ થવી જરૂરી છે. કારણે કે છેવટે તો ખેડૂતો ને છેતરવાનો વાળો આવે છે અને હાથ તાળી દઈને કમાવવાની ભાવના રાખતા એજન્સી સામે પણ પગલાં લેવા ખુબ જરૂરી છે.

જેમાંઆ બિયારણ મેળવવા માટે સૌ પ્રથમ બિયારણ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજી કર્યા પછી પસંદગી પામ્યા હોય તેવા ખેડૂતને બિયારણ મળતું હોય છે જેની કિંમત 500 રૂપિયા લઈને કુલ 25 કિલો મગફળી, સાથે DAP 50 KG સાથે યુરિયા 50 KG આપવામાં આવતું હોય છે તેવું ખેડૂતો એ જણાવ્યું હતું. બીજી તરફ મગફળી ની થેલી પર મારકા પર લિન્ટો મારેલ હોવાથી વંચાતું નથી કે કયું બિયારણ છે અને કઈ જાતનું છે અને આ બાબતે ખેડૂતોને જાણકારી પણ આપવા આવતી નથી અને સરપંચ દ્વારા પૂછવામાં આવેલ તો કહેલ કે ફોન કરેલ છે વ્યક્તિ ગત તેવું જાણવા મળ્યું હતું બીજી તરફ કિટની માહિતી આપવામાં આવે તે આપવામાં આવતી નથી કુલ 400 થી 500 ખેડૂતો લાભ લીધો હશે તેવું જાણવા મર્યું હતું સરપંચ ને જાણ કરી સરપંચ મારફ્તે ખેડૂતો ને ઓનલાઇન અરજી કરવા માટે કહેવામાં આવે છે

સો ટકા ખાસ ટ્રાયબલ વિસ્તારમાં જરૂરિયાત મકાઈ ની હોય છે પરંતુ મગફરી અને સોયાબીન નું બિયારણ આપવામાં આવે છે જેના કારણે લાભાર્થીઓમાં ક્યાંક રોષ વ્યાપેલો છે 100 ટકા વિસ્તારમાં ખાસ મકાઈની જરૂરિયાત છે છતાં ખોટું બિયારણ વેચી દેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે હલકું બિયારણ પધારાવી ખેડૂતો ને છેતર્યા હોય તેવું લાગી રહયું છે આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે

બીજી તરફ ટ્રાયબ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ થી વાડી યોજના થકી લાભાર્થીઓ ને વાડી યોજનાનો લાભ જ નથી મર્યો અને આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થયાં પછી પણ અધિકારીઓ ને તપાસ માટે પેટનું પાણી પણ હલતુ નથી અને કોઈ જ તપાસ થતી નથી

Back to top button
error: Content is protected !!