
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૫નું આયોજન હાથ ધરાયેલ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૫માં વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. સ્પે.ખેલ મહાકુંભ ૨૦૨૫ ગુજરાતમાં દિવ્યાંગ (HI) વ્યક્તિઓ સામેલ કરીને તેનામાં રહેલી ખેલમહાકુંભ પ્રત્યેની અભિરુચિને પ્રદર્શિત કરવા માટે ઉમદા અવસર પૂરો પાડ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાના શ્રવણમંદ (HI) બાળકો માટે સ્પે ખેલમહાકુંભ ૨૦૨૫ રમોત્સવનું આયોજન થનાર છે.દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં પાંચ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંઘજન (Blind), શ્રવણ મંદ ક્ષતિવાળા (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા અને ૪૫ વર્ષ સુધીના શ્રવણમંદ વ્યક્તિઓ (ભાઈઓ/બહેનો) રજીસ્ટ્રેશન કરેલ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પે.ખેલમહાકુંભ ૨૦૨૫ શારીરિક ક્ષતિગ્રસ્ત(OH) (એથ્લેટીક્સ) ખેલાડીઓની સ્પર્ધા તા.૨૨/૧૧/૨૦૨૫, માનસિક ક્ષતિગ્રસ્ત(MR) (એથ્લેટીક્સ) ખેલાડીઓની સ્પર્ધા તા.૨૩/૧૧/૨૦૨૫, અંધજન (એથ્લેટીક્સ & ચેસ) અને ક્રિકેટ ટુર્નામેન્ટ(BLIND) ખેલાડીઓની સ્પર્ધા તા.૨૮/૧૧/૨૦૨૫ અને શ્રવણ મંદ (Deaf) (એથ્લેટીક્સ) ખેલાડીઓની સ્પર્ધા તા.૨૯/૧૧/૨૦૨૫ દરમ્યાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે આયોજન થનાર છે. વધુ માહિતી માટે નંબર ૭૮૫૯૯ ૪૬૯૮૪ ઉપર સંપર્ક કરવો. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ




