DAHODGUJARAT

દાહોદ પરેલમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

તા. ૧૧૧૨૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પરેલમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યા

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 રિજિયન ચાર અને ઝોન ટુ માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી કડકડતી ઠંડીમાં રક્ષણ મળે અને નાના બાળકો નિયમિત સ્કૂલમાં આવે એવા ઉમદા હેતુથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ફ્રીલેન્ડગંજ દાહોદ માં ધોરણ એક ના ૫૦ થી વધુ બાળકોને સ્વશ્રી અરૂણભાઇ કંથારીયા ના સ્મરણાર્થે કામિનીબેન દ્વારા સ્વેટર આપવામાં આવ્યા.આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી નો પરમેનેન્ટ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ કોર્ડીનેટર લાયન કમલેશ લીમ્બાચીયા સાથે લાયન રાજકુમાર સહેતાઈ અને ઉમંગભાઇ દરજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું શાળાના શિક્ષક મહેશભાઈ પંચાલ અને આચાર્યા મીતાબેન મેકવાન દ્વારા ઉમદા કાર્ય કરવા માટે દાતાશ્રી અને લાયન્સ ક્લબ ઓફ સીટી નો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!