
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
“સ્પર્શ – લેપ્રસી જન-જાગૃતિ અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.
જીલ્લા ક્ષય/લેપ્રસી અધિકારી નાં માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ (રક્તપિત્ત) નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “સ્પર્શ – લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” તા. ૩૦/૦૧/૨૦૨૬ થી ૧૩/૦૨/૨૦૨૬ (દિન–૧૫) સુધી વિશેષ જન-જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ અભિયાનનો મુખ્ય હેતુ કુષ્ઠરોગ અંગે રહેલા ભ્રમ અને કલંક દૂર કરી, વહેલી ઓળખ અને સમયસર સારવાર દ્વારા રોગનું સંપૂર્ણ નિર્મૂલન કરવાનું છે.“સ્પર્શ – લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” અંતર્ગત પેરા મેડિકલ વર્કર અને આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા જીલ્લાના શહેરી તથા ગ્રામિણ વિસ્તારોમાં કુષ્ઠરોગ સંબંધિત માહિતી પહોંચાડવા માટે ચાર્ટ, પત્રિકા, પોસ્ટર પ્રદર્શન,રેલી, બેનર તથા સીધી જનસંપર્ક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કુષ્ઠરોગના લક્ષણો, સારવાર અને નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
કુષ્ઠરોગ વંશાગત નથી અને સમયસર નિદાન તથા નિયમિત સારવારથી તે સંપૂર્ણપણે સાજો થઈ શકે છે. ત્વચા પર સંવેદના વગરના ચાઠા, હાથ-પગમાં સુનપણ અથવા બહેરાશ જેવા લક્ષણો જણાય તો તેને અવગણ્યા વગર તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી.સરકારી આરોગ્ય કેન્દ્રોમાં કુષ્ઠરોગની નિઃશુલ્ક તપાસ અને સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે.આ અભિયાન દ્વારા “કલંક છોડીએ, માનવતા અપનાવીએનો સંદેશ જનસમુદાય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.વહેલી ઓળખ પૂરી સારવાર, વિકલાંગતા અટકાવો., MDT સારવાર મફત છે , કુષ્ઠરોગથી મુક્તિ નિશ્ચિત છે.





