GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ – ૨૦૨૫

તા.3/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝૂંબેશ – ૨૦૨૫ અન્વયે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -૨૦૨૩ પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૧/૨૦૨૫ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયુ છે.



