લીમખેડા તાલુકામાં આવેલ ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા
AJAY SANSIDecember 6, 2025Last Updated: December 6, 2025
14 1 minute read
તા.૦૬.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકામાં આવેલ ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામા આવ્યા
શૌર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત દ્વારા દાહોદ જિલ્લા ની સર્વશ્રેષ્ઠ ધાર્મિક,વ્યસનમુક્ત, પ્લાસ્ટિક મુક્ત ઉમેદપુરા શાળાના આચાર્યનું સન્માન તથા બાળકો સાથે હનુમાન ચાલીસા પાઠ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ ઉમેદપુરા પ્રાથમિક શાળામાં ચાલતી વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક રીન્કેશભાઈ પ્રજાપતિ તથા સી.આર.સી.દુધિયા ના કો.ઓર્ડીનેટર તથા ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકાના સંયોજક હિંમતભાઈ બારીઆ દ્વારા મુલાકાત લેવામાં આવી.આ શાળાના આચાર્ય આદરણીય રીટાબેન પટેલ દ્વારા શાળાનું નામ રોશન કરી ગુજરાત લેવલે નામના મેળવી છે.શાળામાં ઇકો ક્લબ,ઔષધીય બાગ,વ્યસન મુક્તિ અભિયાન તથા પ્લાસ્ટિક મુક્ત શાળા ની પ્રેરણાત્મક કામગીરી દ્વારા જિલ્લામાં વિશિષ્ઠ સ્થાન મેળવ્યું છે. શાળાના બાળકોના જન્મ દિવસની ભવ્ય ભગવામય ઉજવણી કરવામાં આવે છે,જેમાં ચોકલેટ કે કેક નહીં પરંતુ સિઝનેબલ ફળફળાદી કેળા, જામફળ,બોર,ચીકુ વગેરે આપી પ્રભુ શ્રી રામની પૂજા અર્ચના અને પ્રાર્થના કરીને ઉજવણી કરવામાં આવે છે. શાળાના આચાર્યનું રીંકેશભાઈ પ્રજાપતિ દ્વારા ભગવા શાલ ઓઢાડીને ભગવામય સન્માન કરવામાં આવ્યું અને શાળા પરિસરમાં શ્રી હનુમાનજીનું નાનું મંદિર બનાવવા અપીલ કરવામાં આવી.આદરણીય હિંમતભાઈ બારીઆ દ્વારા શાળાના આચાર્ય રીટાબેન પટેલને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે હિંમતભાઈ દ્વારા જન્મ દિવસ, લગ્ન તિથિ વિગેરેની ઉજવણી દીપ પ્રગટાવી મો મીઠું કરી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવવા અને પશ્ચિમી સંસ્કૃતિ ને દૂર કરવા આહવાન કરવામાં આવ્યું. આચાર્ય રીટાબેન પટેલ અને મંગળાબેન પ્રજાપતિ દ્વારા હિંમતભાઈ અને રીંકેશભાઈ નું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું.રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક દ્વારા બાળકોને હનુમાન ચાલીસા વિતરણ કરવામાં આવી અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. પ્રદેશ પ્રચારક રીન્કેશભાઈ પ્રજાપતિ દ્વારા ગુજરાતની શાળાઓમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવા તથા દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરાવવા આહવાન કરવામાં આવ્યું
Sorry, there was a YouTube error.
AJAY SANSIDecember 6, 2025Last Updated: December 6, 2025