GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:યંગ ઈન્ડિયા ગ્રૂપ-મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના આર.ટી.ઈ. ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે

MORBI:યંગ ઈન્ડિયા ગ્રૂપ-મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના આર.ટી.ઈ. ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે..

 

 

ગુજરાત સરકાર દ્વારા RTE Act. હેઠળ વર્ષ 2025-26માં ધો.1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. ફોર્મ 28/02/2025 થી 12/03/2025 સુધી ઓનલાઇન ભરી શકે છે

જરૂરી ડોક્યુમેન્ટસ્: બધા ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ લાવવા

વિધાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો વિધાર્થીનો જન્મનો દાખલો.રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ) વાલીનું જાતિનું પ્રમાણપત્ર વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)(ગ્રામ્ય વિસ્તાર માટે: 1,20,000 સુધી શહેરી વિસ્તાર માટે: 1,50,000 સુધી)

પાનકાર્ડ આવક અંગે નું એકરારનામું,વિધાર્થીનું આધાર કાર્ડ,વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

આ સિવાય અમુક કેટેગરી માં સરકારશ્રીએ પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ આવશે સ્થળ: ડી.આર. સિક્યોરિટી લવકુશ કોમોલેક્સ બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી સમયઃ સાંજે 8 થી 10 કોલ કરી ને આવવું…દિલીપ દલસાણીયા યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી મો. 8000827577

Back to top button
error: Content is protected !!