
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
ઔદ્યોગિક જીવનમાં આધ્યાત્મિકતા—અદાણી વિલમાર મુંદરામાં પ્રેરણાદાયી વિશેષ કાર્યક્રમ યોજાયો
મુંદરા, તા. 8 : અદાણી વિલમાર લિમિટેડ (એગ્રી બિઝનેસ) મુંદરા ખાતે “ઔદ્યોગિક અને દૈનિક જીવનમાં આધ્યાત્મિકતાની જરૂરિયાત” વિષય પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મકુમાર અમોદભાઈએ ઓદ્યોગિક વાતાવરણમાં ઊભા થતા તાણ અને દબાણ વચ્ચે આત્મશક્તિને મજબૂત બનાવતા પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતાં.
બ્રહ્માકુમારી સુશીલાદીદીએ રાજયોગ ધ્યાન દ્વારા ઉપસ્થિત તમામ કર્મચારીઓને ગહન શાંતિની અનોખી અનુભૂતિ કરાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ લાઇફમાં ઉદભવતા મુખ્ય પડકારો અંગે પાવર પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપીને ધ્યાન અને યોગ દ્વારા મનને શાંત અને સ્વસ્થ રાખવાના અસરકારક ઉપાયો સમજાવાયા હતા.
આ વિશેષ સત્રમાં પ્લાન્ટ હેડ નરેન્દ્ર યાદવ, એચ.આર. મેનેજર રઘુવીરભાઈ ગોહિલ, પ્લાન્ટ એક્ઝિક્યુટિવ્સ તેમજ વિવિધ વિભાગોના વડાઓએ સક્રિય ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી ‘ડાયમંડ જ્યુબિલી’ ઉજવણી અંતર્ગત ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ’ પ્રોજેક્ટ માટે ઉપસ્થિત કર્મચારીઓએ શાંતિ માટે સમર્પણરૂપે ફોર્મ ભરી યોગદાન આપ્યું હતું.
અંતમાં પ્રભુ પ્રસાદનું વિતરણ કરીને કાર્યક્રમનું સુખદ સમાપન કરવામાં આવ્યું હતું.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



