ભરૂચમાં ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ જીએનએફસી ભરૂચ ખાતે શહેરજનો યોગમય બન્યા

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત*
*****
*



***
સમીર પટેલ, ભરૂચ
*ભરૂચમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ*
****
*ભરૂચવાસીઓએ વહેલી સવારે યોગ અભ્યાસ કરી કર્યો નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર*
****
ભરૂચ -શનિવાર – યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાને અનુસરીને, ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ( રમત- ગમ્મત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ની થીમ સાથે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા, પ્રાયોજના વહીવટદારશ્રી વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે. યોગ વિશે કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરૂરી છે. યોગ સંસ્કૃતિ એ આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે તેવા ઉમદા આશયથી યુનાઇટેડ નેશન્સની મહાસભાએ ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો અને ત્યારથી એટલે કે, ૨૧ મી જૂન, ૨૦૧૫ થી દર વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચમાં આપણી કાશી પછીની સૌથી પ્રાચીન નગરી ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે, જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ”ની થીમ પર આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. યોગ દિવસની ઉજવણી આપણે એક દિવસ પૂરતી સીમિત નહીં રાખીને આપણા દૈનિક જીવનમાં તેનો સમાવેશ કરવો જોઈએ,
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા આગેવાન શ્રી પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી શ્રી મનિષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો, અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



