શિક્ષણ બોર્ડ દ્વારા આજથી 2.38 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી 2.38 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા માટે ધોરણ-10ના 41 કેન્દ્રો પર 383 સ્કૂલો અને ધોરણ-12ના 34 કેન્દ્રો પર 270 સ્કૂલો નક્કી કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાંથી 2,38,030 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા માટે 34 ઝોનની રચના કરવામાં આવી છે.
ધોરણ 12ની પરીક્ષા માટે પણ 34 ઝોન રચાયા છે, ધોરણ-10 માટે કુલ 41 કેન્દ્રો અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે 34 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ-10ની પરીક્ષામાં 1,37,025 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 41 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ સેન્ટર પર 383 સકૂલોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં 34 સેન્ટરમાં 34,920 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, આ માટે 170 સ્કૂલોના 1720 વર્ગખંડોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં 66,085 વિદ્યાર્થીઓ માટે 100 સ્કૂલોના 875 વર્ગખંડમાં આયોજન કરવામાં આવશે.



