કાલોલ પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડા ની અઘ્યક્ષસ્થાને રામનવમી ની શોભાયાત્રા ને લઇ શાંતી સમિતિ ની બેઠક યોજાઈ.
તારીખ ૦૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષતા હેઠળ આવતી કાલે યોજાનાર રામનવમી ની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાયબ પોલીસ અધિક્ષક વી.જે રાઠોડ અને કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ તથા પીએસઆઇ એલ.એ.પરમાર, પી.કે. ક્રિશ્ચયન ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે બન્ને કોમના આગેવાનો અને કાલોલ પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,નગરપાલિકાના કાઉન્સિલરો, હિંદુ યુવા સંગઠન ના હોદેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા રામનવમીના તહેવાર પ્રસંગે સુલેહ શાંતી જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી કાળજી રાખવા અપીલ કરી હતી રામનવમી ના તહેવાર કાયદાની મર્યાદામાં ઉજવાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ આનંદ અને ઉત્સાહ પુર્વક તહેવારની ઉજવણી થાય તેવી અપીલ કરવામાં આવી ઉપસ્થિત તમામ આગેવાનોએ પણ આ બાબતે ખાતરી આપી હતી.