GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બાકરોલ ગામ નજીક કોઝવે ઉપર બે કિશોર પાણીમા તણાયા એક નો બચાવ એક કિશોરી લાપતા. ફાયર વિભાગની ટીમો દ્વારા શોધ ચાલું
તારીખ ૦૮/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બાકરોલ ગામે હર્ષદી માતાના મંદિર પાસે કરાડ નદીમાં કોઝવે પર પશુ લઈને પસાર થતા સમયે પાણી નો પ્રવાહ વધી જવાથી આજ રોજ ભરવાડ વાસ મા રહેતા બે કિશોરી ડૂબી ગયેલા હતા. તે પૈકી એક કિશોરી ને પાણીમાંથી જીવતો બહાર કાઢેલ છે તેનું નામ ભરવાડ કનુ ગોપાલ છે.જ્યારે બીજા કિશોર ને પાણીમાંથી બહાર કાઢવાનો બાકી છે તેનું નામ ગોપાલ કરસન ભરવાડ છે.કાલોલ મામલતદાર યોગેન્દ્રસિહ પુવાર ધટના સ્થળે પહોંચી ગયા છે. ત્યાં કાલોલ નગરપાલિકાની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે ગોધરા નગરપાલિકા તથા હાલોલ ની ટીમો બોટ લઇને આવી પહોંચતા તેઓ દ્વારા પણ શોધખોળ ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હજી સુધી લાપતા કીશોર મળી આવેલ નથી. સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.