GUJARATKHERGAMNAVSARI

શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઇસ્કૂલ, પીપલગભાણમાં શિયાળુ રમતોત્સવ 2025 અંતર્ગત સ્પોર્ટ્સ ડે ઉજવાયો

 

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલમાં શિયાળુ રમતોત્સવ–2025 અંતર્ગત સ્પોર્ટ્સ ડે ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમમાં ક્રિકેટ અને કબડ્ડી જેવી રમતોની વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થી ભાઈઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો જ્યારે વિદ્યાર્થિની બહેનોની ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ સ્પર્ધાનું ઉદ્ઘાટન આચાર્યશ્રી દર્શનકુમાર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોરણ 11 (વિ.પ્ર.)ની ટીમ વિજેતા બની હતી, જ્યારે ધોરણ 12 (સા.પ્ર.)ની ટીમ રનર્સઅપ રહી હતી.
ભાઈઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોરણ 12 (સામા. પ્રવાહ)ની ટીમ વિજેતા બની જ્યારે ધોરણ 9ની ટીમ રનર્સઅપ બની હતી.કબડ્ડી સ્પર્ધામાં ઉચ્ચ માધ્યમિક વિભાગની ટીમ વિજેતા બની હતી જ્યારે કુમાર છાત્રાલયની ટીમ રનર્સઅપ રહી હતી. સમગ્ર સ્પોર્ટ્સ ડેનું સંચાલન વ્યાયામ શિક્ષક નિર્મલભાઈ પટેલ તથા સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયું. રમતોત્સવ સાથે આનંદમેળાનું પણ આકર્ષક આયોજન થયેલું જેમાં વિદ્યાર્થીઓએ સ્વાદિષ્ટ વાનગીઓના વિવિધ સ્ટોલ દ્વારા સૌનું મન જીતી લીધું.અંતમાં વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને ખેલદિલીનો ભાવ સદાય જીવંત રહે તેવા સંદેશા સાથે કાર્યક્રમનું સમાપન થયું. શાળા પરિવાર તરફથી શ્રી ઉમેશભાઈ આહીરે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!