DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં રેટીયા ઊંચવાણીયા ગામે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો

તા. ૨૧. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં રેટીયા ઊંચવાણીયા ગામે ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો

દાહોદ:-રાજ્ય સરકારના આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ ઉપરાંત રોગ નિવારણ માટે સમગ્ર રાજ્યમાં સધન સર્વેલન્સ અને દવા છંટકાવ માટે ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.આ પ્રયત્નોના ભાગરૂપે અગમચેતી રાખીને દાહોદ જિલ્લાના રેટીયા અને ઊંચવાણીયા ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાનાં શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

Back to top button
error: Content is protected !!