Rajkot: આપ’ રાજકોટ સંગઠન દ્વારા PMJAY યોજનામાં સુધાર લાવવા મુદ્દે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
PMJAY કાર્ડ બનવામાં એક માસ જેટલો સમય લાગે છે, જેના કારણે ગરીબ લોકો આકસ્મિક સમયમાં મુશ્કેલીમાં મુકાય છે: આપ
યોગ્ય કારણો દર્શાવ્યા વગર આયુષ્માન કાર્ડની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવે છે: આપ
આયુષ્યમાન કાર્ડની પ્રક્રિયાની ખામીઓ દૂર કરીને તાત્કાલિક ધોરણે કાર્ડ બનાવવામાં આવે તેવી અમારી માંગ: આપ
Rajkot: આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર સંગઠન દ્વારા PMJAY યોજના મુદ્દે આજે કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને અગ્ર સચિવને આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભા પ્રમુખ દિલીપસિંહ વાઘેલા, શહેર યુવા પ્રમુખ પિયુષ ભંડેરી, CYSS પ્રદેશ ઉપપ્રમુખ સૂરજ બગડા, રાજેશ ડાંગરિયા, પ્રકાશ ચાવડા, શીતલ ગોહેલ, કે કે પરમાર તથા શહેરનાં અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના પ્રવર્તમાન સમયમાં PMJAYના કાર્ડ દ્વારા મજુર, મધ્યમ અને છેવાળાના લોકોના સુખાકારી માટે સરકાર દ્વારા યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ સામાન્ય નાગરીકને જયારે આકસ્મીક રીતે મેડીકલની જરૂરીયાત ઉભી થાય ત્યારે કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં એકાદ માસ જેટલો સમયગાળો લાગે છે. તેમજ યોગ્ય કારણ દર્શાવ્યા વિના અરજી રદ પણ કરવામાંઆવે છે. આ PMJAY કાર્ડ બનાવવામાં ખુટતી અધુરાશ જણાવીને ઘટતી વિગતો સાથે જાણ કરી અને ઝડપથી PMJAY કાર્ડ બનાવવું જરૂરી છે. જેથી સાચો જરૂરીયાતમંદ નાગરીક આ સુખાકારીના લાભથી વંચિત ના રહે છે.
તાજેતરમાં જે ખ્યાતી કાંડ બનેલ છે, તેનો ભોગ આડકતરી રીતે ગુજરાતના જરૂરીયાતમંદ લોકો બની રહ્યા છે. આ માટે આરોગ્ય વિભાગ તેમજ અન્ય વહીવટી સંસ્થાઓ, એજન્સીઓ અને આ લગત કામગીરી કરતા તમામ લોકોને ખાસ સુચના આપી આ પ્રક્રિયા અગાઉ જે રીતે ૨૪ કલાકમાં નિયમાનુસાર PMJAY કાર્ડ બને અને કોઈપણ દર્દી PMJAY કાર્ડની અરજી કર્યા બાદ તેઓને જરૂરીયાત મુજબની મેડીકલને લગતી તમામ સુવિધાઓ સાથે સાથે ઉપલબ્ધ કરવાની જે તે વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે, જેથી જરૂરીયાત મંદ દર્દી આકસ્મીક સારવારથી વંચીત ના રહે. આ પધ્ધતિ અપનાવવાથી જરૂરીયાત મંદ લોકોની સાચી સેવા કરી ગણાશે.