BHARUCHGUJARATNETRANG

એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના શિક્ષકો માટે ટીચિંગ લર્નિંગ મ્ટેરિઅલ અંતર્ગત શૈક્ષણિક મેળાનું આયોજન કરવામા આવ્યુ. 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૩/૦૩/૨૦૨૪

 

આજ રોજ તારીખ બીજી માર્ચના રોજ SRF -ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન અને નેત્રંગ તાલુકાની ૧૮ પ્રાથિમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા ૧૮ પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન કાંટીપાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૧૩૮ શિક્ષકો, ૧૮ આચાર્ય મિત્રો તેમજ ૨૧૬ જેટ્લા બાળકો સામેલ હતા. જેનો મુખ્ય હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ TLM જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો હતો. જેના થકી અન્ય શાળાના શિક્ષકો પણ એક બીજા પાસેથી નવું શીખી શકે અને તેનો પોતાના વર્ગખડમાં બાળકોને ભણાવવામાં માટે કરી શકે. આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન શિક્ષકો અને આચાર્યો દ્વારા મળેલ હતું.

 

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શીક્ષણ તાલિમ ભવન ખાતેથી ડો. જતિન મોદી હજાર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ નેત્રંગ તાલુકાના હરિસિંહ વસાવા, તાલુકા શિક્ષણ અધિકારી બી.આર.સી, ૧૮ શાળાના આચાર્ય, તેમજ ગ્રુપના ગ્રુપાચાર્ય, યજમાન શાળાના આચાર્ય વજેસિંભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો.જતીનભાઈ મોદી (જિલ્લા શીક્ષણ તાલિમ ભવન) તરફથી તમામ શાળાના TLM સ્ટોલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગની સાથોસાથ SRF Foundation દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઑ તેમજ સ્પર્ધામાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થાય છે તેમને અલગ અલગ ઈનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ શાળા સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અલગ અલગ સામગ્રી આપવામાં આવી હતી જેનો ઉપયોગ શાળા સુંદરતા વધારવા હેતુ રહ્યો હતો.

તેમજ શાળા સુંદરતા સ્પર્ધા અંતર્ગત તાલુકાની ૩ શાળાઓને પ્રોત્સાહિત રૂપે ચેંક પણ આપવામાં આવ્યા હતા. અતિથિ વિશેષ નેત્રંગ તાલુકાના હરિસિંહ વસાવાએ જણ્વ્યુ કે આ એક ખુબજ સુંદર અને એક બિજા પાસેથી શિખવાનુ ઉતમ જગ્યા SRF દ્વારા પુરુ પાડ્વામા આવ્યુ એ માટે આભાર વ્યક્ત કર્યો હ્તો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!