શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ થરાદ દિયોદર ગોળ)ની સમાજના સુધારા પહેલ કરી અને કુરિવાજોને તીલાંજલી સામુહિક નિર્ણય લેવાયો. પ્રિ-વેડીંગ, રીંગ-શેરમની, ઓઢામણા પ્રથા, મરણ પ્રસંગે જમણ સર્વાનુમતે બંધ કરવાનો નિર્ણય.

16 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
થરાદ શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ થરાદ દિયોદર ગોળ)ની એક મિટીંગ આજરોજ તા. ૧૪-૧૨-૨૦૨૫ રવિવારના રોજ સુંધલ આશ્રમ, થરાદ ખાતે મળી . સવારે ૧૦-૦૦ કલાકે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મિટીંગની શરૂઆત થયેલ. શરૂઆતમાં સભાના અધ્યક્ષ સ્થાને પ્રવીણભાઈ એમ. ત્રિવેદી, (સુંધલ આશ્રમ- થરાદ) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. શ્રી પ્રવીણભાઈ ત્રિવેદીએ સૌ ઉપસ્થિત સમાજના વડીલોનું શાબ્દિક શબ્દોથી સ્વાગત પ્રવચન કરેલ. ત્યારબાદ શ્રી બિપિનભાઈ ત્રિવેદી (સુઈગામ), શ્રી બાલકૃષ્ણભાઈ શાસ્ત્રી (જમડા), સુભાષભાઈ ત્રિવેદી (સુઈગામ), શ્રી રમેશભાઈ સી. ત્રિવેદી (વાવ), શ્રી જયંતીલાલ ઓઝા (થરાદ), શ્રી ભુરાલાલ ઓઝા (વામી), શ્રી હસમુખલાલ ત્રિવેદી (અમદાવાદ), શ્રી ત્રંબકલાલ ત્રિવેદી (ડીસા), શ્રી કીર્તિલાલ ત્રિવેદી (સુઈગામ), શ્રી પ્રફુલભાઈ સી. દવે (આછુવા), શંભુલાલ બી. દવે (જમડા), બાબુલાલ બી. ત્રિવેદી (ચાળવા), અશોકભાઈ ત્રિવેદી (લવાણા), અમીરામભાઈ ત્રિવેદી (જેતડા), હસુભાઈ ત્રિવેદી (વડગામડા), સુરેશભાઈ ત્રિવેદી (વાવ), હસમુખલાલ બી. ત્રિવેદી (વાવ), ચંપકલાલ ત્રિવેદી (વાવ), ભરતભાઈ ત્રિવેદી (બેણપ), દિનેશભાઈ એન. ઓઝા, (વડગામડા), મહેન્દ્રભાઈ ઓઝા, કીર્તિલાલ દવે (જમડા), એજયુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી કીર્તિલાલ ઓઝા (રૈયા), હેમંતભાઈ ત્રિવેદી (દિઓદર), વિષ્ણુભાઈ ત્રિવેદી (કોટડા), ભાનુભાઈ ત્રિવેદી (વાતમ) પુરૂષોત્તમભાઈ ઓઝા (રૈયા), કાનજીભાઈ ત્રિવેદી (નારોલી), બાબુલાલ ત્રિવેદી (નારોલી), દિનેશભાઈ ત્રિવેદી (ભાપી), અમૃતલાલ ત્રિવેદી (કારેલી), નવીનભાઈ ઓઝા (રૈયા), પ્રવિણભાઈ ઓઝા (વડગામડા), વગેરે ઉપસ્થિત સમાજના વિવિધ અગ્રણીઓએ સમાજને સુંદર માર્ગદર્શન પૂરું પાડેલ. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ સમાજમાં વધતા જતા ખર્ચાળ કુરિવાજોમાં દરેકનાં મંતવ્યો જાણી તેમાં જરૂરી મંતવ્યો પર ચર્ચા-વિચારણા કરી આ સભામાં કેટલાક નિર્ણયો કરવામાં આવેલ. ત્યારબાદ સર્વાનુમતે સમાજના ત્રણ વિભાગના પાંચ-પાંચ એટલે કે ૧૫ સભ્યોની કમિટી (સામાજીક પંચ)ની રચના કરવામાં આવેલ . જેમાં થરાદ વિભાગ : (૧) ભરતભાઈ રતિલાલ દવે (જમડા), (૨) દિપકભાઈ નવીનચંદ્ર ઓઝા-(થરાદ), (૩) અમીરામભાઈ શંકરલાલ ત્રિવેદી-(જેતડા), (૪) મહેન્દ્રભાઈ ધનેશ્વરભાઈ ત્રિવેદી (ભાપી), (૫) ચંદુલાલ ગણપતલાલ વ્યાસ, (ખાનપુર). વાવ વિભાગ : (૧) કનક પ્રસાદ મોહનલાલ ત્રિવેદી-(વાવ), (૨) સુરેશભાઈ શંકરલાલ ત્રિવેદી-(વાવ), (૩) નવીનચંદ્ર મોહનલાલ પુરોહિત – (સુઈગામ), (૪) નવીનચંદ્ર ખેતારામ ઓઝા- (રડકા), (૫) અમૃતલાલ શાંતિલાલ ત્રિવેદી, (કારેલી). દિયોદર વિભાગ : (૧) બાબુલાલ બળદેવરામ ત્રિવેદી-(ચાળવા), (૨) સંજયકુમાર નટવરલાલ ત્રિવેદી – (દિઓદર), (૩) નવીનચંદ્ર અમુલખભાઈ ત્રિવેદી-(કોટડા), (૪) અરવિંદભાઈ હરગોવનદાસ ત્રિવેદી-(વાતમ), (૫) ગજેન્દ્રભાઈ નરોત્તમદાસ ત્રિવેદી-(ભાભર) વરણી હતી. સર્વાનુમતે કરવામાં આવેલ.
છે. ૧. સમાજમાં કરેલ સગપણ તૂટે તો સમાજના પંચે બંને પક્ષોને સાંભળીને કસૂરવાર ને રૂપિયા પાંચ લાખના દંડની જોગવાઈ કરવામાં આવે છે. ૨. સમાજમાં લગ્ન કર્યા પછી છૂટાછેડા નો બનાવ બને તો સમાજના પંચે બંને પક્ષોને સાંભળી કસૂરવારને રૂપિયા દસ લાખના દંડની જોગવાઈ કરવામાં આવે છે. ૩. સમાજની દીકરી સમાજમાં જ આપવી .દીકરીઓની સગાઈ ૧૮ થી ૨૦ વર્ષ પહેલા થઈ જાય તો ઘણા અનિષ્ટોથી બચી શકાય. જેથી ૨૦ વર્ષ પહેલા સગાઈ કરવાનું રાખવું. ૪. સમાજની દીકરી બ્રાહ્મણ સિવાય કોઈપણ અન્ય જ્ઞાતિમાં સગાઈ કે લગ્ન કરવામાં આવે તો તે દીકરીના પરિવારથી સંબંધ રાખવો નહીં. તેના ભાઈઓ અને અન્ય કુટુંબીજનોએ પણ તે પરિવારથી સંબંધ રાખવો નહીં. સમાજમાં સમાધાનને અંતે કસુરવાર પરિવારનો રૂપિયા ૨પ લાખનો દંડ ભરી સમાજમાં સમાવેશ કરી શકાશે પરંતુ આપણા સમાજના કોઈ જાહેર પ્રસંગમાં જમાઈ કે દીકરીના સાસરીયા ને લાવી શકાશે નહીં.૫. સમાજમાં લગ્ન પ્રસંગે પ્રિ-વેડિંગ, રિંગ સેરેમની, હલ્દી રસમ, કંકુ-પગલા જેવા ખર્ચાળ પ્રસંગો કરવા નહીં .જેના બદલે જૂનો પીઠી રિવાજ તથા દસાયીયા (દોહલીયા) પ્રથા ચાલુ રાખવી .છતાં પણ કોઈ પરિવાર પ્રિ-વેડિંગ કરે તો સમાજમાં એક લાખ નો દંડ ભરવાનો રહેશે. તેમજ રિંગ સેરેમનીના ૫૧ હજાર, હલ્દી રસમના ૫૧૦૦૦/-હજાર અને કંકુ પગલા જેવા પ્રસંગો કરનારને ને રૂપિયા ૫૧૦૦૦/હજારના દંડની જોગવાઈ કરવામાં આવે છે. ૬. સગાઈ કે લગ્નથાપ કરવા જતી વખતે ૨૫ થી વધુ માણસો લઈ જવા નહીં. તથા જાનમાં ૨૦૦ માણસોથી વધારે લઈ જવા નહીં. ૭. સમાજમાં સારા-નરસા પ્રસંગોમાં ઓઢામણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે વરરાજા ના માતા-પિતાને તથા કુવાસીઓને ઓઢમણા આપી શકાશે. ૮. સમાજમાં મરણ પ્રસંગે ચોથો દિવસ (બેસણું) શક્ય હોય તો રવિવાર કે રજાના દિવસે રાખવું .તે દિવસે જારા પ્રથા સદંતર બંધ રાખવી . બારમાના દિવસે સગા-સ્નેહીજનોને બોલાવી ભોજન કરાવવું. ૯. સમાજને દાન ભેટ પાવતી ની રકમ ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ-થરાદ-દિયોદર ગોળ નવીન રચાયેલ પંચમાં જ આપવાનું રાખવું.ઉપરોક્ત નિયમો ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજના વડીલોના આશીર્વાદ થી જનરલ મિટિંગમાં કરવામાં આવેલ છે. જેને સમાજના ઉપસ્થિત તમામે વ્યક્તિઓ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. તેમજ આ સુધારાઓનું સમાજના તમામ વ્યક્તિઓએ તેનું જવાબદારી પૂર્વક પાલન કરશે તેવી ખાત્રી આપી હતી. ત્યારબાદ શ્રી પ્રકાશભાઈ ઓઝા – વડગામડા દ્વારા ઉપસ્થિત સમાજના વડીલોનો આભાર માની આભારવિધિ કરવામાં આવી .




