BANASKANTHAGUJARATPALANPUR

ડીસામાં શ્રી રૂપા માતાની નગર શોભાયાત્રા નીકળી

12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

ડીસા શહેરમાં રીસાલા બજાર પાસે મોદી માર્કેટ નજીક શ્રી રૂપા માતાના મંદિરેથી નગર શોભા યાત્રા આસો સુદ (૧૦) દશમ‌ને તા. ૧૨-૧૦-૨૦૨૪ ને શનિવારે સવારે ૮:૩૦/- કલાક ના રોજ નીકળી હતી ડીસા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી પરત શ્રી રૂપા માતાના મંદિરે આવી હતી મોદી સમાજના કાનુડાવાલા પરિવાર દ્વારા આ શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી ભારતીબેન બંસીલાલ પોપટલાલ કાનુડાવાલા પરીવાર આ શોભાયાત્રા નાં મુખ્ય યજમાન રહ્યા હતા જેમાં ઈશ્વરલાલ કાનુડાવાલા (વકીલ), કાન્તિલાલ કાનુડાવાલા, લાલચંદભાઈ કાનુડાવાલા, જયેશભાઈ કાનુડાવાલા (વકીલ) ઈશ્વરલાલ કાનુડાવાલા (માસ્તર) વિગેરે કાનુડાવાલા પરીવાર નાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી આ શોભાયાત્રા માં જોડાયા હતાં અને ધામધૂમથી લોકોએ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિનોદભાઈ બાંડીવાલા

 

Back to top button
error: Content is protected !!