GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરાયું

તા.૧૯/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા અનેક રસ્તા-પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા સૂચના આપી છે.

જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં માર્ગ-મરામતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ (NH-927D) પર પેચવર્ક કરવામાં આવ્યું છે. ખાડાઓ અને ઉબડખાબડ સપાટીને સમારકામ કરીને આ રોડ મોટરેબલ બનાવવામાં આવ્યો છે. જેથી, રાયડી, તરવડા અને વેગડી ગામના લોકોને આવનજાવનમાં સરળતા રહેશે. તેમજ વરસાદના લીધે ખરાબ રસ્તાથી પરેશાન વાહનચાલકોને રાહત મળી છે.

Back to top button
error: Content is protected !!