
તા. ૦૪. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ભારત અંગદાન દિવસ ની ઉજવણી અને બાળકો ને લગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિગત: સમાજ માં દરેક વ્યક્તિ ને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે અને વિશેષતઃ બાળકો ને પણ તેનો જ્ઞાન હોવું જોઇએ. બાળકો નાં અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ. બાળ લગ્ન પ્રતિબંધક અઘિકારી એચ.એમ.રામાણી નાં સુચનો અને જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી એસ. કે.તાવિયાડ નાં માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના જુદા-જુદા તાલુકાની પ્રાથમિક- માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ સુરક્ષા અઘિકારી (સંસ્થાકિય) રેખાબેન અલ્હાટ, સુરક્ષા અઘિકારી (બિન સંસ્થાકિય) રણજીતાબેન ભુરીયા, લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી.કુરેશી, સામાજિક કાર્યકર કુ.નેહા મિનામા અને એમ.બી. બરજોડ, કાઉન્સેલર પી.એન.કટારા, ઓ.આર.ડબલ્યુ તેજસ બારૈયા દ્વારા અંગદાન વિશે વિદ્યાર્થીઓ ને પ્રતિજ્ઞા લેવડાવેલ તેમજ બાળકો નાં અધિકારો વિશે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, પોક્સો એક્ટ-૨૦૧૨ વિશે સમજ આપેલ. તમામ શાળાનાં સ્ટાફ મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરેલ




