દિયોદરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – વિદ્યાર્થીઓને શુભેચ્છાઓનો વરસાદ

દિયોદરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ પરીક્ષાનો પ્રારંભ – વિદ્યાર્થીઓને શુભેચ્છાઓનો વરસાદ
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 (S.S.C.) તથા ધોરણ 12 (H.S.C.) બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થયો છે. ત્યારે દિયોદર શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે પરીક્ષા આપવા માટેનો માહોલ જોવા મળ્યો હતો.
આ અવસરે ભારત વિકાસ પરિષદ. લાયન્સ ક્લબ દિયોદર તેમજ જગદંબા માનવ સેવા દ્રારા પૂર્વ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે, નિડર બની અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શનનું મહત્વ પણ સમજાવ્યું હતું.
દિયોદરની આદર્શ સ્કૂલ,ખાતે વિદ્યાર્થીઓ સમયસર પહોંચી પરીક્ષામાં હાજર રહ્યા હતા. શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી જેથી પરીક્ષા સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.
અંતમાં તમામ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.





