Rajkot: ‘આપ’ પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠકની આગેવાની સૌરાષ્ટ્ર ઝોનમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ.

તા.૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢમાં સંગઠન મજબૂત બનાવવા મહત્વપૂર્ણ મિટિંગ યોજાઇ: આપ
ઝોન ઓબ્ઝર્વર પ્રદીપ લોહાણ અને પ્રકાશ ઝા અને ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરીયા સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા: આપ
મહાનગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રણનીતિઓ બનાવાઈ: આપ
ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠકે કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું: આપ
આવતીકાલે ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક કચ્છમાં કાર્યકર્તાઓ સાથે મીટીંગમાં ભાગ લેશે: આપ
Rajkot: આમ આદમી પાર્ટી આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા સમગ્ર ગુજરાતમાં મિટિંગો કરી રહી છે. રાજ્યના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠકે આજે જામનગરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી કાર્યકર્તા મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં ઝોન ઓબ્ઝર્વર પ્રદીપ લોહાણ અને પ્રકાશ ઝા અને ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરીયા સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. આ અગાઉ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠકે સહિત ઝોન પ્રભારી અને ઝોન ઓબ્ઝર્વરે અમરેલી, જુનાગઢ, પોરબંદર અને રાજકોટમાં પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે આયોજન અને રણનીતિ પર ચર્ચા થઈ. ગુજરાત પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશો સહપ્રભારી દુર્ગેશ પાઠકે સંગઠનની કામગીરીની પ્રશંસા કરી અને હાજર કાર્યકર્તાઓને વધુ મજબૂતીથી કામ કરવા પ્રોત્સાહિત કર્યા. આ દરમિયાન બંને સહ પ્રભારીએ જણાવ્યું કે પાર્ટીને સૌરાષ્ટ્રમાંથી મજબૂત સંકેત મળી રહ્યા છે અને સંગઠન ઝડપથી વિસ્તરી રહ્યું છે. સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠકે કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પણ આપ્યું હતું. આવતીકાલે ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક કચ્છમાં કાર્યકર્તાઓ સાથે મીટીંગમાં ભાગ લેશે.






