હાલોલ-મસવાડ જીઆઈડીસીના ગોડાઉનમાં ધમધમતા દારુના વેપલા પર રૂરલ પોલીસની રેડ.ત્રણ પરપ્રાન્તિય ઈસમોને ઝડપ્યા,900 પેટી દારૂની ઝડપાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૮.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલના માસવાડ જીઆઇડીસી ના એક ઔદ્યોગિક ગોડાઉન માંથી 900 ઉપરાંત જેટલી પેટી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના સાથે રાજસ્થાન ના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા ખળભળાટ માંચી ગયો હતો.એકજ સ્થળેથી આટલી મોટી માત્રમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આજે સવારે પોલીસે કરેલ રેડ માં આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ દારૂ નો જથ્થો કેટલો છે તેની ગણતરી કામ પૂર્ણ થયેલ નથી પરંતુ પોલીસે ઝડપાયેલો જથ્થો 900 જેટલી પેટી હોવાનો અનુમાન લગાવ્યું છે.હાલોલના માસવાડ જીઆઇડીસી ના એક ઔધોગિક ગોડાઉન ભાડે રાખી તેમાં ગોવા થી દારૂનો જથ્થો લાવીને ત્યાં ઉતારવામાં આવી રહ્યો હતો. દરમ્યાન હાલોલ રૂરલ પોલીસ ને આ જથ્થો ગોડાઉન માં ઉતારી રહો હોવાની પાકી બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યા એ છાપો મારતા આ દારૂ નો જથ્થો ઉતારી રહેલા ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી.જોકે પોલીસે ગોડાઉન માં થી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.જયારે રેડ દરમ્યાન ભાગી છુટેલા બે ઈસમોને પણ ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પડ્યા હતા. તેઓની પુછપરછ કરતા આ ગોડાઉન માં દારૂ નો જથ્થો ડીલેવરી કરવા આવ્યા હતા. જોકે તેની પાસે આ ગોડાઉન નો માલિક કોણ છે.? તેને આ ગોડાઉન કોણે ભાડે આપ્યું હતું ? આ જથ્થો અન્ય રાજ્યમાંથી થી કોને મોકલ્યો હતો. અને અહીં કોણે મંગાવ્યો હતો, તે બાબતે જાણતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે રેડ દરમ્યાન કમલેશ ભારમલરામ પૂડીયા,રહે બામરલા તા, સેડવાથા જી બાડમેર રાજસ્થાન. રાકેશકુમાર પુનમારામા બાગુડા રહે.ખરા,તા. સાંચોર જી રાજપ રાજસ્થાન અને અણદારામ હેમરામ ચાકડ રહે. હાથીતલ તા. સેડવાથાણા જી બાડમેર રાજસ્થાન ની અટકાયત કરી ગોડાઉન માંથી મળી આવેલો વિદેશી દારૂ નો જથ્થો કંટેનર અને ટેમ્પો સહીત અંદાજિત એક કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.આ સમગ્ર મામલે પોલીસ કોની કોની સામે ગુનો નોંધે છે તે જોવું રહ્યું.હાલોલ તાલુકામાં થી છેલ્લા દશ દિવસ માં આ ચોથી વખત વિદેશી દારૂ ઝડપાયો હતો જે ઉપર થી સાબીત થઇ રહ્યું છે કે પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકો ભારતીય બનાવટના વિદેશી દારૂ ના નેટવર્કનું એપી સેન્ટર બન્યું હોય તેવું પ્રોહિબિશન ની કામગીરી જોતા લાગી રહ્યું છે.











