તોરણ ગામની સીમમાં પશુ ચરાવવા બાબતે લાકડી વડે ઊમલો કરતા ત્રણ ઇસમો વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.
તારીખ ૧૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશનમાં દોલાભાઈ કાળુભાઈ ભરવાડ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ગોધરા તાલુકાના તોરણ ગામની સીમમાં આરોપી જાલાભાઈ મફાભાઈ ભરવાડ એ ફરિયાદી દોલાભાઈ ભરવાડ ને ફોન કરી વાત કરેલ કે અમો તોરણ ગામની સીમમાં ઉભા છે અને આપણે પશુઓ ચરાવવા માટેની જગ્યા નક્કી કરી લઇ એ તેમ કહેતા દોલાભાઈ ભરવાડ તથા સોઢાભાઈ ધૂળાભાઈ ભરવાડ મોટરસાયકલ લઇ ને ગયેલા તે વખતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ ને માં-બેન સમાણી ગાળો બોલી કહેલ કે તમે બધા ભાગ માટે વાતો કરે છે આજે તને ભાગ આપવા માટે બોલાવ્યો છે અને ગાળો બોલીને કહેતા ફરીયાદી એ ગાળો બોલવાની નાં પડતા આરોપી (૧) જાલાભાઈ મફાભાઈ ભરવાડ (૨) હરિભાઈ ભગાભાઈ ભરવાડ (૩) રણુભાઈ ભગાભાઈ ભરવાડ આ ત્રણેય રહેવાસી વેજલપુર કાનોડ ચોકડી તાલુકા કાલોલ તેમનાં હાથમાં ની પશુઓ ચરાવવાની લાકડીઓ વડે ફરીયાદી ને શરીરે જેમ ફાવે તેમ માર મારતા સોઢાભાઈ ભરવાડ વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ આરોપીઓ એ લાકડીઓ વડે શરીરે માર મારી ઈજા કરી જાન થી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતા જે અંગેની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.