કલેકટર કચેરી ખંભાળિયા ખાતે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ વૃક્ષારોપણ કરાયું
કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓએ વૃક્ષારોપણ કરી કચેરીને હરિયાળી બનાવવા સંકલ્પબધ્ધ થયા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવી વૃક્ષોના સંવર્ધનથી ગ્રીન કવર વધારવા અને કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ સુરક્ષા વધારવાના ભાગરૂપે “મારી કચેરી, હરિયાળી કચેરી” થીમ હેઠળ અભિયાન થકી સરકારી કચેરીઓમાં સૌ કોઈ અધિકારી / કર્મચારી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે તે માટે પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજરોજ કલેકટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સહિતના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓએ વૃક્ષારોપણ કરી કચેરીને હરિયાળી બનાવવા માટે પ્રેરિત સંકલ્પબધ્ધ થયા હતા.