BUSINESSGUJARAT

સ્ટાર્ટઅપ કંપનીઓએ કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી…!!!

ન્યૂ ઈન્ડિયાનું કરોડરજ્જુ બની રહેલ ભારતીય સ્ટાર્ટઅપ સેકટરે આગામી બજેટમાં કર મુક્તિની સમયમર્યાદા અને કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત વધારવાની માંગ કરી છે. સરકાર તરફથી સહાય મળશે તો રોકાણને પ્રોત્સાહન મળશે અને ટેક્સ બચતનો ઉપયોગ કારોબાર વિસ્તરણ અને ટેકનોલોજી રોકાણ માટે થઈ શકશે. 

ઉદ્યોગજગતનું કહેવું છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬થી તમામ રોકાણકારો માટે એન્જલ ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાતથી રોકાણ વાતાવરણમાં સુધારો થયો છે. જોકે સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો, ખાસ કરીને વિદેશી રોકાણકારોનું વધુ ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે કેપિટલ ગેઈન ટેક્સ રાહતની જરૂર છે.

એન્જલ ટેક્સ દૂર કરવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે અને હવે વિદેશી રોકાણકારો માટે લાંબા ગાળાના મૂડી લાભ કર (એલટીસીજીને ૧૨.૫ ટકાથી તર્કસંગત બનાવવાની જરૂર છે.સ્ટાર્ટઅપ્સમાં રોકાણથી થતા નફા પર મૂડી લાભ કર લાગુ પડે છે. શેર ૨૪ મહિનાથી ઓછા સમયમાં વેચાય છે તો ટૂંકા ગાળાનો મૂડી લાભ ટેક્સ અમે ૨૪ મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવે તો લાંબા ગાળાના મૂડી લાભ કર લાગુ પડે છે.

Nikhil Bhatt
Business Editor
Investment Point

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!