
તા.૨૬.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અને SBI વચ્ચે સ્ટેટ ગવર્મેન્ટ સેલરી પેકેજ કરાર
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અને SBI વચ્ચે સ્ટેટ ગવર્મેન્ટ સેલરી પેકેજ કરાર.દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી માં જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા સાહેબ અને SBI ડી.જી.એમ.ઓ વચ્ચે MOU કરાયું આ કરાર દરમિયાન E .I રાકેશભાઈ ભોકણ, દાહોદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી અલ્કેશ .આર. પ્રજાપતિ, ચિરાગભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ભોકણ તેમજ SBI ના તમામ અધિકારી વર્ગ ઓની હાજરીમાં કર્મચારીઓ ની આર્થિક સુરક્ષા અને કલ્યાણ ને પ્રાથમિકતા આપતા (SBI) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે સ્ટેટ ગવર્નર સેલરી પેકેજ SGSP માટે મહત્વપૂર્ણ એમઓયુ સંપન્ન કરાયું.આ કરારથી દાહોદ જિલ્લાના તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો તેમજ કચેરીના વહીવટી કર્મચારીઓને વિશાળ વીમા કવર સાથે આધુનિક બેન્કિંગ સેવાઓ વિના મૂલ્ય ઉપલબ્ધ થશે આ MOU અંતર્ગત કર્મચારીઓના હાલના પગાર ખાતાને વિશેષ સેલરી પેકેજમાં રૂપાંતર કરવામાં આવશે જેના કારણે તેઓને જીવન આરોગ્ય અકસ્માત અને લોન જેવી અનેક સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે. શિક્ષણ વિભાગ માટે આ કરારને” ઐતિહાસિક સુરક્ષા કવચ” તરીકે જોવામાં આવી રહ્યો છે.SGSP પેકેજ અંતર્ગત કર્મચારીઓને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ની સુવિધા મળશે પ્લેટિનમ અથવા સિલેક્ટ Rupay ડેબિટ કાર્ડ સંપૂર્ણ મફત આપવામાં આવશે. કોઈપણ બેંકના ATM પર અમર્યાદિત ફ્રી ટ્રાન્જેક્શનનો લાભ મળશે. ઉપરાંત પરિવારના સભ્યો માટે” rishtey” એકાઉન્ટ ખોલવાની સુવિધા હશે જેમાં 5 લાખ સુધી અકસ્માત વીમા કવર અને ફ્રી ATM સેવા ઉપલબ્ધ છે. આપ પેકેજની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે કર્મચારીઓને અકસ્માત મૃત્યુની સ્થિતિમાં રૂ. 1 કરોડ સુધી વીમા કવર મળશે. હવાઈ મુસાફર દરમિયાન અકસ્માત થાય તો રૂ 1.60 કરોડ વીમા કવર મળશે. કાયમી સંપૂર્ણ વિકલાંગ માટે રૂ 1 કરોડ અને અંશતઃ વિકલાંગ માટે રૂ 80 લાખ સુધીની આંશિક જોગવાઈ કરવામાં આવી છે. તેમજ તબીબી અને ઇમર્જન્સી સેવાઓમાં પણ વિવિધ પ્રકારના યોજનાઓ નો લાભ આપવામાં આવેલ છે. જે કર્મચારીઓ માટે ખરેખર ઐતિહાસિક સુરક્ષા કવચ કહી શકાય





