અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાઈ અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની GRIT સમિટ
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોડાસા ખાતે યોજાઈ ” રિજિયોનલ સ્ટૅકહોલ્ડર કન્સલ્ટેટિવ વર્કશોપ”
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે GRIT ( ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન) સમિટ અંતર્ગત અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “રિજિયોનલ સ્ટૅકહોલ્ડર કન્સલ્ટેટિવ વર્કશોપ ફોર પ્રોપરેશન ઓફ રિજિયોનલ માસ્ટર પ્લાન “નું આયોજન કરવામાં આવ્યું.
આ વર્કશોપમાં બંને જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, શૈક્ષિણક સંસ્થાઓ, ઔદ્યોગીક એસોસિયેશનના પ્રતિનિધિઓ , વિવિધ સહકારી ક્ષેત્રના પ્રીતિનિધિ, એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગના પ્રતિનિધિ, કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રતિનિધિ, GIDC ના પ્રતિનિધિ, હોટલ અને પ્રવાસન ઉધોગના પ્રતિનિધિ, સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિ, લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિ, આરોગ્ય ક્ષેત્રના પ્રીતિનિધિ, બિલ્ડર એસોસિયેશનના પ્રતિનિધિ સહિતના ખાનગી સ્ટેકહોલ્ડર સાથે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા અંગેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
આ વર્કશોપમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને વધુમાં વધુ વિકસિત કેવી રીતે બનાવી શકાય. જિલ્લાના વિવિધ ઉદ્યોગોને સફળ બનાવવા કેવા પ્રકારની મદદ જરૂરી છે તે અંગે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્ય જણાવ્યા. તમામ જિલ્લાઓનો વિકાસ કરી ગુજરાત રાજ્યને વિકસિત બનાવવા યોજાયેલી આ વર્કશોપમાં લોકોએ ખુલ્લા મને પોતાની વાત રજૂ કરી પોતાના સૂચનો પૂરા પાડ્યા.
આ વર્કશોપમાં અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાદું, અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમિયાન બંને જિલ્લાના અધિકારી દ્વારા પણ વિવિધ સૂચન કરવામાં આવ્યા હતા.
GRIT ની ટીમ દ્વારા તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓના પ્રતિભાવો જાણી તેમના સૂચનો અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી.