GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ઇન્ડિયન આર્મીમાં 6 માસની ટ્રેનિંગ પુર્ણ કરી પોતાના વતન ઘોડા ગામે પરત ફરતા આર્મીમેનનું વેજલપુર ખાતે ભવ્ય સ્વાગત
તારીખ ૦૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઘોડા (ભાદરોલી ખુર્દ) ગામનો એક નવ યુવાન ચૌહાણ દેવેન્દ્રસિંહ વિજયસિંહ જેઓ ભારતીય સેનાની છ માસની સખત ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા ત્યારે આર્મીમેન વેજલપુર બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચતા જ પરિવાર સહિત મિત્રો સહિતના લોકો તેઓને આવકારી ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વેજલપુર થી ઘોડા (ભાદરોલી ખુર્દ) ડીજેના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ શોભાયાત્રામાં ઘોડા ગામના ખુબજ વિશાળ સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી વેજલપુર થી ઘોડા (ભાદરોલી ખુર્દ) ગામે જવા માટે શોભાયાત્રા નીકળી હતી.






