માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાના શિક્ષિકાનું રાજ્યસ્તરીય બહુમાન
રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરાયો

માળીયાહાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાના શિક્ષિકા બહેનનું આગવા શિક્ષણકાર્ય માટે રાજ્યસ્તરીય બહુમાન કરવામાં આવ્યું છે, તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જૂનાગઢ જિલ્લામાંથી માળિયા હાટીના તાલુકાની વડીયા પે સેન્ટર શાળાના શિક્ષક શ્રી કિંજલબેન દેવચંદભાઈ રાઠોડની પસંદગી થઈ હતી, જે નિમિતે તા.૧૪- ૧- ૨૦૨૬ના રોજ કિંજલબેનને પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત થયો હતો. આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી શ્રી જૈમિનકુમાર પટેલ ,જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઇ નાઘેરા તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હમીરભાઇ સિંધવ ઉપસ્થિતરહ્યાં હતાં.કિંજલબેનને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, સન્માન પત્ર અને રૂ. ૨૫,૦૦૦નો રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કિંજલબેને આ રોકડ રોકડ પુરસ્કાર પોતાની વડીયા પે સેન્ટર શાળાના બાળકોના હિતાર્થે અર્પણ કર્યો છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




