રાજ્યકક્ષા ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૪-૨૫ બાબત

*રાજ્યકક્ષા ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા ૨૦૨૪-૨૫ બાબત*
**********
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, સાબરકાંઠા દ્વારા આયોજીત રાજ્યકક્ષા ઇડરીયો ગઢ આરોહણ-અવરોહણ (જુનિયર) સ્પર્ધા આગામી નવેમ્બર માસમાં યોજાનાર છે. આ સ્પર્ધામાં તા.૩૧/૧૨/૨૦૨૪ના રોજ ૧૪ થી ૧૮ વર્ષની વયમર્યાદા ધરાવતા (તા.૦૧/૦૧/૨૦૦૭ થી તા.૩૧/૧૨/૨૦૧૦ વચ્ચે જન્મેલા) યુવક-યુવતીઓ જ ભાગ લઇ શક્શે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે-તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા જવાનું રહેશે. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમમાં પસંદગી પામનાર યુવક યુવતીઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે. શાળા-કોલેજમાં ભણતા યુવક યુવતીઓએ પ્રવેશપત્રમાં શાળા-કોલેજના સહી સિક્કા કરાવવા તેમજ ભણતા ન હોય તેવા સ્પર્ધકોએ ચેરીટી કમિશનરમાં નોંધાયેલ મંડળોના સહી-સિક્કા કરાવવા ફરજીયાત છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવક યુવતીઓ એ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી ઉપર મુજબના સરનામે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ
અહેવાલ:- પ્રતિક ભોઈ


