
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આહવા,વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરાયું :*
*ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૮, વઘઇ તાલુકામાં ૧૨, અને સુબીર તાલુકામાં ૮ એમ કુલ ૨૮ ચેકડેમો રૂ.૨૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહર્ત કરાયું :*
*ડાંગની નદીઓ ઉપર મજબૂત ડેમ બનાવાશે, આ કામગીરીમાં એક પણ ઇંચ જમીન નહિ જાય તેવા ડેમ બનાવી ખેડૂતોને સુખી કરવાનું સરકારનું વિઝન છે:* મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરાભાઈ ગામીત તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર હસ્તકના ડાંગ જિલ્લામાં જળસંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઘોઘલી તેમજ સભાનો કાર્યક્રમ આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરાયું હતુ. સાથે જ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૮, વઘઇ તાલુકામાં ૧૨, અને સુબીર તાલુકામાં ૮ એમ કુલ ૨૮ ચેકડેમો રૂ.૨૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમના કામોનું ખાતમુહર્ત કરાયું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ડાંગ જિલ્લામાં આખું વર્ષ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. આ વિસ્તારને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે પાણી એકમાત્ર વિકલ્પ છે. ડાંગ જિલ્લામાં પાણી થકી સિંચાઈ અને ખેતીની સુવિધાઓથી ખેડૂતોને આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન છે. પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ડાંગની નદીઓ ઉપર મજબૂત ડેમ બનાવાશે, આ કામગીરીમાં એક પણ ઇંચ જમીન નહિ જાય તેવા ડેમ બનાવી ખેડૂતોને સુખી કરવાનું વિઝન છે. ડેમ અને વિયરની ગુણવત્તાયુક્ત કામગીરી થશે જેથી આવનારી અનેક પેઢીઓ ઉપયોગ કરી શકશે. ભવિષ્યમાં આ વિસ્તારને ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં સંપૂર્ણ પાણી સમસ્યા દૂર કરવાં માટે નાનાં નાનાં વિયર, ચેકડેમો બનાવવા જરૂરી છે. તેમ જણાવી મહાકાય ડેમો બનાવી લોકોને બેઘર કરવાં હોવા અંગેની અફવા તેમજ ડેમ લોકોને ભ્રમિત કરતાં લોકોને જાકારો આપવાં જણાવ્યું હતું. નાનાં વિયર અને સિંચાઈનાં ડેમો બનશે તો વહી જતું પાણીને અટકાવી શકાશે અને ઉનાળામાં પાણીની તકલીફ દૂર કરી શકાશે તેમ શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. આ પ્રંસગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આદિવાસી વિસ્તારની સમસ્યાથી વાકેફ છે, તેઓએ વનબધું યોજનાની શરૂઆત કરી તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સુજલામ સુફલામ, સૌની યોજના અને ઉદવહન સિંચાઈ યોજનાનું અમલીકરણ થયું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિંચાઈ યોજનાઓમાં છેલ્લા બે વર્ષમાં વાર્ષિક બજેટની સંખ્યામાં વધારો કર્યો છે. ડાંગ જિલ્લામાં ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિ કુટુંબોને સિંચાઇની સવલત પુરી પાડવા ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન કર્યું છે. જે પૈકી આહવા તાલુકામાં ૩ વિયર રૂ.૧૮.૧૩ કરોડ, વઘઇ તાલુકામાં ૨ વિયર કુલ ૧૪.૦૯ કરોડ, તેમજ સુબીર તાલુકામાં ૨ વિયર કુલ ૧૦.૫૪ એમ કુલ ૭ વિયર જે ૪૨.૭૬ કરોડના ખર્ચે નિમાર્ણ થયેલ વિયરોનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જ્યારે આજરોજ મંત્રીશ્રીએ આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૫૭.૪૭ કરોડના ખર્ચે નિર્ણાણ થનાર કુલ ૫ વિયરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આહવા તાલુકામાં ૮ ચેકડેમ જે રૂ.૭.૮૭ કરોડ, વઘઇ તાલુકામાં ૧૨ ચેકડેમ જે રૂ.૧૧.૯૨ કરોડ અને સુબીર તાલુકામાં ૮ ચેકડેમ જે રૂ.૧૦.૦૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેકડેમોનું ખાતમુહર્ત કરવામાં આવેલ છે. એકંદર કુલ ૪૦ ચેકડેમો અને વિયર જે રૂ.૧૩૦.૦૩ કરોડના કામોનું લાકાર્પણ ખાતમુહર્ત કરવામાં આવેલ છે.





