
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારમાં આવેલ ઝરણ, બુરથડી,નિશાના ગામમાં તા. 9 જાન્યુઆરી, 2025ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગનાં ઉપક્રમે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કર્ણાવતીના દાતાઓમાં વિનયભાઈ રાઠોડ અને સુનિલભાઈ ચૌધરી સહિત અન્ય સેવકોએ જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું.આ કાર્યક્રમમાં અનિતા દીદી, અંજલી દીદી, ડાંગ જિલ્લાના મંત્રી રવિભાઈ સૂર્યવંશી, ધર્મેન્દ્રસિંહ ટ્રસ્ટી અને જિલ્લા સેવા પ્રમુખ પ્રીતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં કુલ 800 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમથી ગ્રામજનોને ખૂબ જ લાભ થયો છે. ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના આવા માનવસેવાના કાર્યોને ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે..






