GUJARATVALSADVALSAD CITY / TALUKO

આવતી કાલે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે”જનજાતિય ગૌરવ રથયાત્રા”નું પ્રસ્થાન કરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતેથી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતીમાં જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવાશે.

૧૫ મી.નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો આદજાતિ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું. સુરત ખાતે રમગમત રાજયમંત્રી જયરામભાઈ ગામીત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિત રહ્યા હતા.ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી તા.૧લી નવેમ્બરથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજને ભેટરૂપે ભગવાન મુંડા ટ્રાયબલ યુનિ.ની ભેટ આપી છે. ભારતના નિર્માણમાં અનેક મહાપુરૂષોનું યોગદાન રહ્યું છે તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશયથી વડાપ્રધાને અનેક યોજનાઓ, સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

આ રથયાત્રા કુલ ૧૪ જિલ્લાઓના ૮૮ જેટલા ગામોમાં ભ્રમણ કરશે.જેમાં તા.૭ મીએ નવેમ્બરના રોજ પ્રથમ દિવસે જનજાતીય ગૌરવ રથ યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરી સંજાણ, ભીલાડ, વાપી, પારડી, નાનાપોંઢા અને ધરમપૂર આવીને રાત્રિ રોકાણ કરશે.બીજા દિવસે તા.૦૮મી નવેમ્બરના રોજ રથયાત્રા વલસાડના ધરમપુરથી પ્રસ્થાન કરી નવસારીના ખેરગામ, રૂમલા, રાનકુવા, સુરતના અનાવલ, ઉનાઇના ભીનાર અને નવસારીના વાંસદા આવીને રાત્રિ રોકાણ કરશે. ત્રીજા દિવસે ૯મીના રોજ નવસારીના વાંસદાથી પ્રસ્થાન કરી ડાંગના વઘઇ, ઝાવડા, તાપીના ડોલવણ, જેસીંગપુરા અને વ્યારા આવીને રાત્રિ રોકાણ કરશે. ચોથા દિવસે તા.૧૦મીના રોજ તાપીના વ્યારાથી પ્રસ્થાન કરી સોનગઢ, ભંડભુજા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલદા ટાંકી અને નિઝર આવીને રાત્રિ રોકાણ કરશે.પાંચમા દિવસે* તા.૧૧મીના રોજ રથયાત્રા તાપીના કુંકરમુંડાથી પ્રસ્થાન કરી નર્મદાના જાવલી, સાગબારા, ચીકદા, સુરતના ઉમરપાડા, માલધાફાટા, સઠવાવ અને માંડવી આવીને રાત્રિ રોકાણ કરશે. છઠ્ઠા દિવસે* તા.૧૨મીના રોજ સુરતના માંડવીથી પ્રસ્થાન કરી અરેઠ, તડકેશ્વર, નાની નરોલી, માગરોળની મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી, વાલીયાની ડેઇલી, વાલીયા, તલોદદ્રા અને ઝઘડીયા આવીને રાત્રિ રોકાણ કરશે.સાતમાં દિવસે તા.૧૩મીના રોજ નવેમ્બરના રોજ ભરૂચના નેત્રંગથી પ્રસ્થાન કરી નર્મદાના મોવી, રાજપીપળા અને તા.૧૫મીએ વડાપ્રધાn ન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર-કેવડીયા ખાતે યાત્રાની પૂર્ણાહૂતિ થશે.

Back to top button
error: Content is protected !!